Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

કોરોનાની અસરઃ ભુખમરીનો સામનો કરે છે અનેક સમુદાયઃ દર મહિને ૧૦,૦૦૦ બાળકોના મોતઃ સંયુકત રાષ્ટ્ર

યુનોઃ યુનોએ જણાવ્યું છે કે કોરોના વાયરસ અને તેને કારણે લાગેલા પ્રતિબંધોને કારણે અનેક સમુદાય ભુખમરીનો સામનો કરી રહ્યા છે અને ૧ મહિનામાં ૧૦,૦૦૦ થી વધુ બાળકોના મોત થઇ રહ્યાં છેઃ નાના ખેડૂતો બજારથી દુર ચાલ્યા જતા, ગામડામાં ખાદ્ય પદાર્થો અને મેડિકલ ઉપકરણોની અછત આનું મુખ્ય કારણ છેઃ સુદાનમાં ૯૬ લાખ લોકોને હજુ ય દિવસમાં ૧ વખત ભોજન મળે છે. લેટીન અમેરિકાથી લઇને દક્ષિણ એશિયા સુધી ઉપ સહારા આફ્રીકામાં પહેલાથી વધુ ગરીબ પરિવારને ભવિષ્યમાં પુરતું ભોજન નહિં મળેઃ સુદાનમાં ફુગાવો ૧૩૬ ટકા પહોંચી ગયો છેઃ બધી ચીજો મોંઘીદાટ બની છે.

(4:07 pm IST)