Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ફિલ્મ અભિનેત્રી કુમકુમનું દુઃખદ અવસાન

૮૬ વર્ષે અંતિમ શ્વાસ લીધા : કિશોરકુમાર અને ગુરૂદત્ત સાથે કામ કર્યું હતું : ૧૧૫ જેટલી ફિલ્મોમાં અભિનય આપ્યો : મધર ઇન્ડિયા, નયા દૌર, ઉજાલા, કોહીનૂર વગેરે સફળ ફિલ્મો હતી

મુંબઇ તા. ૨૮ : બોલિવુડની અભિનેત્રી કુમકુમની આજે દુઃખદ અવસાન થયું છે. તેઓ ૮૬ વર્ષના હતા. લાંબા સમયથી બિમારીને કારણે કુમકુમનું અવસાન થયું છે. મુંબઇમાં લીકીંગ રોડ પર કયારેક તેના બંગલાનું નામ જ કુમકુમ રહેતું હતું. બાદમાં તે તોડીને બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું.

૨૨ એપ્રિલ ૧૯૩૪માં જન્મેલ કુમકુમનું અસલી નામ જેબુનીસ્સા હતું. તેમના પિતા હુસેનાબાદના નવાબ હતા. કુમકુમએ પહેલી ભોજપુરી ફિલ્મ 'ગંગા મૈયા પ્યારી ચઢાઇબો' ૧૯૬૩માં કરી હતી. કુમકુમએ ગુરૂદત્તની શોધ હતી. ગુરૂદત્તે પોતાની ફિલ્મ આરપાર (૧૯૫૪)ના ગીત કભી આર કભી પાર લાગા તીરે નજરના ફિલ્માંકન એકટર જગદીપ પર કરવાનું હતું બાદમાં ગુરૂદત્તને લાગ્યું હતું કે આ ગીતને કોઇ મહિલા પર ફિલ્માવુ જોઇએ. એ સમયે આટલુ નાનું ગીત કરવા તૈયાર ન હતું. આખરે ગુરૂદત્તે કુમકુમ પર પસંદગી ઢોળી હતી. બાદમાં ગુરૂદત્તે પોતાની ફિલ્મ પ્યાસામાં પણ નાની ભૂમિકા આપી હતી.

કુમકુમે પોતાની કેરીયરમાં ૧૧૫ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. કુમકુમને મિસ્ટર એકસ ઇન બોમ્બે, મધર ઇન્ડીયા, સન ઓફ ઇન્ડિયા, કોહીનૂર, ઉજાલા, નયા દૌર, શ્રીમાન ફનતૂસ, એક સપેરા એક લૂટેરામાં શાનદાર અભિનય આપ્યો હતો. કુમકુમએ પોતાના વખત અનેક સ્ટાર સાથે કામ કર્યું હતું. જેમાં કિશોરકુમાર અને ગુરૂદત્તનું નામ સામેલ હતું.

(4:13 pm IST)