Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

મોદી સરકારની ખોટી નીતિઓને કારણે ઊર્જિત પટેલે RBI ના ગવર્નર પદેથી રાજીનામુ આપ્યું હતું : સરકાર દ્વારા RBI ની સ્વાયત્તતા ઉપર તરાપ મારવાની કોશિષ જવાબદાર : પૂર્વ ડેપ્યુટી ગવર્નર અને અર્થશાસ્ત્રી વિરલ આચાર્યના પુસ્તકમાં ઘટસ્ફોટ

મુંબઈ : રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર અને મુદત પહેલા રાજીનામુ આપીને છુટા થઇ જનાર અર્થશાસ્ત્રી વિરલ આચાર્યએ તેમના પુસ્તક ' કવેસ્ટ ફોર રિસ્ટોરિંગ ફાયનાન્સિયલ સ્ટેબિલિટી ઈન ઇન્ડિયા ' માં મોદી સરકારની ખોટી નીતિઓનો ઘટસ્ફોટ કર્યો છે.
            આ પુસ્તકમાં લખ્યા મુજબ RBI  ના પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલ મુદત પહેલા રાજીનામુ આપી છુટા થઇ ગયા હતા.જે માટે મોદી સરકારની ખોટી નીતિઓ જવાબદાર હતી.પુસ્તકમાં જણાવાયા મુજબ મોદી સરકાર RBI ની સ્વાયત્તતા ઉપર તરાપ મૂકી રહી હતી.જેના વિરોધમાં ઊર્જિત પટેલે રાજીનામુ આપી દીધું હતું.
            ડેપ્યુટી ગવર્નર ખુદ વિરલ  આચાર્ય પણ મુદત પહેલા રાજીનામુ આપી છુટા થઇ ગયા હતા.તેઓને પણ તત્કાલીન ફાઇનાન્સ મિનિસ્ટર સામે સૈદ્ધાંતિક વાંધો પડવાથી તેમણે  2018 ની સાલમાં રાજીનામુ આપી દીધું હતું.તે સમયે ફાયનાન્સ મિનિસ્ટરઅરુણ જેટલીની તબિયત બરાબર ન હોવાથી તેઓ હોસ્પિટલમાં  હતા.અને પિયુષ ગોયલ પાસે ચાર્જ હતો .

(7:21 pm IST)