Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

દેશના યુવાનો બેરોજગારી અંગે પ્રશ્ન પૂછશેઃ કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવી

સરકાર પર કોંગ્રેસના ચાબખા

નવી દિલ્હી, તા. ૨૮મોદી સરકાર દ્વારા ૪૭ ચાઈનીઝ એપ્સને બેન કરવાના એક દિવસ બાદ કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું છે કે, મોદી સરકાર પબજી પર પ્રતિબંધ મૂકવા માગતી હતી પરંતુ તેમને ખબર પડી ગઈ કે જો આપણા યુવાનો વીડિયો ગેમ્સ નહીં રમે તો તેઓ બેરોજગારી અંગે પ્રશ્ન પૂછશે. અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે, મોદીજી પબજી ગેમને બેન કરવા માગતા હતા પરંતુ પછી તેમને લાગ્યું કે જો આપણા યુવાનો કાલ્પનિક દુનિયામાં નહીં હોય તો પછી તેઓ નોકરીઓ જેવા વાસ્તવિક દુનિયાના મુદ્દાઓ પર વાત કરશે જે તેમના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

સોમવારે સરકારના માહિતી અને પ્રોદ્યોગિક મંત્રાલયે વધુ ૪૭ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ઉપરાંત એવા એહવાલ પ્રાપ્ત થયા છે કે સરકાર ૫૦ ચાઈનીજ એપ્સને બેન કરવા પર વિચાર કરી રહી છે. એપ્સની યાદી બનાવવામાં આવી રહી છે અને તેમાં પબજી સામેલ છે.

(10:17 pm IST)