Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

બોડેલીના અલીપુરાનો મોટો વિસ્તાર પતરા મારી સીલ કર્યો : ક્લસ્ટર ઝોન

ઠેર ઠેર માસ કોવોરંટાઇન જોવા મળતા લોકોમા ભયનો માહોલ

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી ના અલીપુરાનો મોટો વિસ્તાર પતરા મારી સીલ કરાયો રવિવારે આવેલા 21 કોરોના પોઝિટીવ મા મોટા ભાગના દર્દીઓ આ વિસ્તાર ના હોય એક મોટો ક્લસ્ટર ઝોન બનાવી દેવામા આવ્યો બોડેલી નગર મા ઠેર ઠેર પતરા જોવા મળતા લોકોમા દહેશત નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બોડેલી નગરના ગોકુલસ્ટેટ , વ્રજનિધી , સુરજ ધામ , રામનગર , જીવાજી પાર્ક , ફતેનગર , રામનગર-2 , પીપળાશેરી , રજાનગર , રામજી મંદિર ની સામે , માર્કેટ રોડ , કુબેરનગર , સુખનગર , ગાયત્રી નગર- ગાયત્રી નગર-2 , સાધના નગર , અલીખેરવા અને આજે કોરોના પોઝિટીવ આવેલા દર્દીઓ ના રહેણાંક વિસ્તારને નવો એક મોટો ઝોન બનાવી દેવામા આવ્યો છે જેમા ( ગંગાનગર , જનકલ્યાણ , ગજાનંદ પાર્ક , ) સમાવી લેવામા આવતા આ વિસ્તાર ના લોકોને માસ કોવોરંટાઇન કરી દેવામા આવ્યા છે.

(11:45 pm IST)