Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ચોટીલામા રીવલ્વોરની અણીએ આંગડીયા પેઢીનો માલિક લુટાયો: 70 લાખથી વધુની રકમ પળવારમાં લુટી લૂટારૂઓ ફરાર

આંગડિયા પેઢી ચલાવતા ગીરીશભાઈ પૂજારાને પાચ લુટારૂઓએ આંતરી મરચાની ભુકી છાંટી બાઇક ઉભું રખાવી હથિયાર બતાવી રૂપિયાનો થેલો આંચકી બે બાઇક ઉપર અલગ અલગ દિશામાં લુટારૂઓ નાસી છુટયા

( હેમલ શાહ દ્વારા) ચોટીલા : ચોટીલા ખાતે ખાંડી પ્લોટ મા આંગડીયા પેઢી ચલાવતા ગીરીશભાઇ પુજારા ને ઓફીસ થી ઘરે જતી વેળાએ વળાંકમાં પાચ લુટારૂઓએ આંતરી મરચાની ભુકી છાંટી બાઇક ઉભું રખાવી દેકારો કરતા બચવાનો પ્રયાસ કરતા હાથમાં બે શખ્સો એ હથિયાર બતાવતા જીવ બચાવવા રૂપિયાનો થેલો આપી દેતા બે બાઇક ઉપર અલગ અલગ દિશામાં લુટારૂઓ નાસી છુટયા હતા

ભોગ બનનાર શખ્સ છેલ્લા ૧૪ વર્ષ થી આંગડીયાનો વ્યવસાય કરે છે. નિત્ય ક્રમ મુજબ ઓફીસ વધાવી આઠેક વાગ્યાના અરસામાં થાનરોડ ઉપર ચિત્રકુટ સોસાયટીમાં તેમના ઘરે હોન્ડા ઉપર જઇ રહ્યા હતા સોસાયટી ના નાકે અગાઉ થી લુટારૂઓ ટોળી ગોઠવાયેલ જેઓએ આંતરી ઝપાઝપી કરી તમંચા જેવા હથિયાર વડે લુટ ને અંજામ આપ્યો હતો
મળતી માહિતી મુજબ ૭૫ લાખ જેવી મોટી રકમ ને લુટી લુટારૂ નૌ દો ગ્યારાહ થઈ ગયેલ
ઘટનાની જાણ થતા પોલીસે નાકાબંધી કરી લુટારુના સગડ મેળવવા એલસીબી, સહિતના ચોટીલા પંથકમાં અલગ અલગ ટીમ સાથે દોડધામ આદરી છે.

(11:04 pm IST)