Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

મધર ટેરેસાની સંસ્થાનું ફોરેન કન્ટ્રીબ્યુશન લાઈસન્સ રદ કરાયું નથી : ગૃહ મંત્રાલયે કરવી પડી સ્પષ્ટતા

સંસ્થાએ પત્ર લખીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને પત્ર લખીને એકાઉન્ટ બંધ કરવાની વિનંતી કરી છે. સરકારે કોઈ જ પગલાં ભર્યા નથી.

નવી દિલ્હી :  મધર ટેરેસાની સંસ્થાનું ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેટર એક્ટ (એફસીઆરએ)નું લાઈસન્સ રદ્ થયા મુદ્દે રાજકીય વિવાદ શરૃ થયો છે. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે સંસ્થાના એકાઉન્ટ સરકારે ફ્રિઝ કરી દીધા છે અને એફસીઆરએનું લાઈસન્સ રિન્યૂ કર્યું નથી.

મધર ટેરેસાની સંસ્થા મિશિનરીઝ ઓફ ચેરિટીનું બેંક એકાઉન્ટ બંધ કરી દેવાયું હતું અને ફોરેન કન્ટ્રીબ્યુશનનું લાઈસન્સ પણ રિન્યૂ થયુ નથી.

જોકે, એ મુદ્દે રાજકીય વિવાદ શરૃ થયો છે. મમતા બેનર્જીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે સરકારે આ સંસ્થાના એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. બીજી તરફ સંસ્થાએ કહ્યું હતું કે એવી કોઈ જાણકારી નથી. એકાઉન્ટ એક્ટિવ છે.
સરકારના મોડી રાતના એક નિવેદનમાં એવું કહેવાયું હતું કે સંસ્થાના કહેવાથી એકાઉન્ટ ફ્રિઝ કરાયા છે. બીજા એક નિવેદનમાં ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે એફસીઆરએનું લાઈસન્સ રદ્ કરવામાં આવ્યું નથી. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે સંસ્થાએ પત્ર લખીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને પત્ર લખીને એકાઉન્ટ બંધ કરવાની વિનંતી કરી છે. સરકારે કોઈ જ પગલાં ભર્યા નથી.
બીજી તરફ ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેટર એક્ટનું લાઈસન્સ રિન્યૂ કરવાની સંસ્થાની અરજી સરકારે યોગ્ય શરતોનું પાલન ન કર્યું હોવાનું કહીને ફગાવી દીધાના અહેવાલો પણ રજૂ થયા હતા. ગૃહ મંત્રાલયે એ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે રિન્યૂ માટેની અરજી રદ્ થઈ પછી સમીક્ષા માટે કોઈ જ આવેદન મળ્યું નથી.
જોકે, આ મુદ્દે રાજકીય વિવાદ શરૃ થયો છે. ભાજપે મમતા બેનર્જીના દાવાને નકાર્યો હતો અને મુખ્યમંત્રી મમતા બેનર્જી માફી માગે એવી માગણી કરી હતી. તૃણમૂલ કોંગ્રેસ અને તે સિવાયના વિપક્ષોએ સરકારે ભેદભાવ રાખીને આ પગલું ભર્યાનો આરોપ લગાવ્યો હતો.

(12:00 am IST)