Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

૧૫-૧૮ વર્ષના સગીરોને લાગશે કોવેકસીનઃ બુસ્ટર માટે ૯ મહિનાનું અંતર જરૂરી

કેન્દ્ર સરકારે ૧૫ થી ૧૮ વર્ષના બાળકોના રસીકરણ સાથે સાથે ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૬૦ વર્ષથી ઉંપરના લોકો માટે ડોઝ આપવાના દિશાનિર્દેશો જારી કર્યા

નવી દિલ્હી, તા. ૨૮:. કેન્દ્ર સરકારે ૧૫ થી ૧૮ વર્ષના બાળકો માટે કોવિડ-૧૯ રસીકરણની સાથે સાથે ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ ઉંંમરના લોકો માટે સાવચેતીના ડોઝ પર સત્તાવાર દિશાનિર્દેશો જારી કરી દીધા છે. અત્રે નોંધનીય છે કે પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને ૩ જાન્યુઆરીથી રસી મળવાનું શરૂ થઈ જશે. ૧૦ જાન્યુઆરીથી પસંદગીના સમુહોને બુસ્ટર ડોઝ આપવામાં આવશે.
સરકારના દિશાનિર્દેશો અનુસાર ૧૫ થી ૧૮ વર્ષની વય વચ્ચેના લોકોને ૩ જાન્યુઆરીથી કોવેકસીનનો ડોઝ આપવામાં આવશે. જેને હાલમાં જ ડીસીજીઆઈએ હાલમાં જ મંજુરી આપી હતી.
શનિવારે ડીસીજીઆઈએ કેટલીક શરતો સાથે ૧૨ વર્ષથી ઉંપરની ઉંંમરના લોકો માટે સ્વદેશી રૂપે વિકસીત ભારત બાયોટેકની કોવેકસીનના ઈમરજન્સી ઉંપયોગને મંજુરી આપી હતી. અત્રે નોંધનીય છે કે કેડીલાની સોયમુકત કોવિડ-૧૯ વેકસીન ઝેડવાયસીઓવી-ડી બાદ ૧૮ વર્ષથી ઓછી ઉંંમરના લોકો વચ્ચે ઉંપયોગ માટે અનુમતી પ્રાપ્ત કરનાર આ બીજી રસી છે.
પીએમએ જાહેરાત કરી હતી ૧૦ જાન્યુઆરીથી વેકસીનના બન્ને ડોઝ લઈ ચુકેલા હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર્સ સાથે સાથે ગંભીર બિમારીનો સામનો કરી રહેલા ૬૦ વર્ષથી વધુ ઉંંમરના લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવશે. ૬૦ વર્ષ અને તેથી વધુ ઉંંમરના લોકોને ડોકટરની સલાહ પર બુસ્ટર ડોઝ આપવામાં આવશે. દિશાનિર્દેશ અનુસાર બીજા ડોઝના ૯ મહિના બાદ જ બુસ્ટર ડોઝ લઈ શકાય છે.
જે લોકો બુસ્ટર ડોઝ માટે પાત્ર છે તેઓેએ પોતાની વર્તમાન કોવિન એકાઉંન્ટના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. કોવિન પ્રણાલી લાભાર્થીઓને ત્યારે સાવધાન કરશે કે જ્યારે તેઓ બુસ્ટર ડોઝ માટે પાત્ર થઈ જશે એટલે કે બીજા ડોઝના ૯ મહિના પુરા થઈ જશે. બુસ્ટર ડોઝ માટે રજીસ્ટ્રેશન ઓનલાઈન થઈ શકશે.
૧૫ થી ૧૮ વર્ષની વય વચ્ચેના બાળકોએ કોવિન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવુ પડશે.

 

(10:26 am IST)