Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

યુપીમાં પીએમ મોદી, નડ્ડા, શાહ અને યોગી જનસભાઓને સંબોધશે

ચૂંટણી પહેલા માહોલ બનાવામાં લાગી બીજેપી

લખનૌ તા. ૨૮ : ઓમીક્રોન વેરિએન્ટની તેજ થઇ રહેલી આહટ તે ચર્ચાઓને બળ આપી રહી છે કે યુપીમાં વિધાનસભા ચૂંટણી સમય પર થશે અથવા ટળશે. આ બધાની વચ્ચે બીજેપી તેમનુંહોમવર્ક પૂરું કરવા માંગે છે. પક્ષના ટોચના નેતાઓનીઉત્ત્।રપ્રદેશમાં સક્રિયતા તો મહિના પહેલા જ શરૂ થઇહતી.પરંતુ હવે નરેન્દ્ર મોદીની સાથે જ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગૃહમંત્રી અમિતશાહઅને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધનાધન જનસભાઓથી યુપીને મથવા માટે કમર કસી છે. યુપી વિધાનસભા ચૂંટણીમાં ૩૦૦ પાર સીટો જીતવાનાસંકલ્પ સાથે બીજેપી રાજયભરમાં જન વિશ્વાસ યાત્રાઓ કાઢી રહી છે.

કુલ છ સંગઠનાત્મક ક્ષેત્રોની છ યાત્રાઓછે. જે પ્રદેશના દરેક ૪૦૩ વિધાનસભા ક્ષેત્રોમાંપહોંચશે. આ યાત્રાઓનીસાથેજ પક્ષના વરિષ્ઠ નેતા જનસભાઓઅને રોડ શો કરી રહ્યા છે. અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ જિલ્લામાં અનેક કાર્યક્રમ કરી ચુકયા છે. તેઓસતત વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી રહ્યા છે.આજ રીતે બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડા બદાયું અને હાપુડમાં થશે. ત્યાર બાદત્રણ જાન્યુઆરીએલખનૌઅને વસ્તીમાં પણ તેની જનસભાઓપ્રસ્તાવિત છે.

બદાયું અને હાપુડમાં નડ્ડાની સાથે પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવસિંહ પણ થશે. બીજી બાજુ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પ્રભારી યુપીની રગ રગથીવાકેફ થઇ ચુકયા છે. અમિતશાહપણ સતત ત્યાં કાર્યક્રમ કરી રહ્યા છે. હરદોઈ સુલતાનપુર અને ભદોહીમાં થશે જયારે ૩૦ ડિસેમ્બરે મુરાદાબાદ, અલીગઢ અને ઉન્નાવ જયારે ૩૧ ડિસેમ્બરે સંતકબીરનગરઅને બરેલીમાં જનસભાઓપ્રસ્તાવિત છે.

(11:03 am IST)