Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનો જન્મ દિવસ

ભારતના પૂર્વ નાણામંત્રી તથા ભાજપના વરિષ્ઠ નેતા શ્રી અરુણ જેટલીનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૫૨ના રોજ દિલ્હી ખાતે થયો હતો.

તેમનું પૂરું નામ શ્રી અરુણ મહારાજ કિશન જેટલી છે. શ્રી અરુણ જેટલી એ ભારતમાં કેન્દ્ર સરકારના નાણાં, સંરક્ષણ, કોર્પોરેટ બાબતો ઉદ્યોગ અને વ્યાપાર, કાયદોઅને ન્યાય તથા માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે સેવા આપી હતી. વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૪ દરમિયાન તેઓ ભારતની રાજયસભા વિરોધ પક્ષના નેતા પદે રહ્યા હતા. ભારતમાં GST, નોટબંધી, રેલ્વે બજેટને સામાન્ય બજેટમાં મર્જ કરવું, મોનિટરી પોલિસી કમિટીની રચના તથા ‘Insolvency and Bankruptcy code લાવવામાં શ્રી અરુણ જેટલીની મહત્ત્વની ભૂમિકા હતી. શ્રી અરુણ જેટલીના દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ નામ રાખવામાં આવ્યું છે. ભારતીય રાજનીતિમાં 'સર્વમિત્ર' તથા અજાતશત્રુ' તરીકે ઓળખાતા શ્રી અરુણ જેટલીનું નિધન ૨૪ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ નવી દિલ્હી ખાતે થયું હતું.

(12:37 pm IST)