Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

વકફ બોર્ડ કઇ રીતે દાવો કરી શકે? દ્વારકા-બેટ દ્વારકા પર શ્રીકૃષ્ણ સિવાય અન્ય કોઇ માલિક હોઇ જ ન શકે

સાંસદ પરિમલ નથવાણીએ વકફ બોર્ડના દાવાની ઝાટકણી કાઢીઃ દાવા સામે સવાલ ઉઠાવ્યો : હજારો વર્ષો પહેલાના ઇતીહાસને કોઇ નકારી ન શકેઃ પરિમલ નથવાણી

નવી દિલ્હી, તા.૨૮: રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીએ બેટ દ્વારકાના બે ટાપુઓ પર વકફ બોર્ડ કરેલા દાવાને નકારી કાઢયો છે અને વકફ બોર્ડના દાવા સામે સવાલ ઉઠાવ્યો છે. દ્વારકા-બેટ દ્વારકા પર શ્રીકૃષ્ણ સિવાય અન્ય કોઇ માલિક ન હોય શકે તેમ તેમણે જણાવ્યુ છે.

આ અંગે દ્વારકા દેવસ્થાન સમિતિના આશરે ૧૫ વર્ષ સુધી ઉપાધ્યક્ષ રહી ચૂકેલા અને વર્તમાન રાજયસભા સાંસદ શ્રી પરિમલ નથવાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હજારો વર્ષો પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ ઉત્તર પ્રદેશના મથુરાથી ગુજરાતમાં દ્વારકા આવ્યા. દ્વારકાને તેમણે પોતાની રાજધાની તરીકે સ્થાપિત કરી અને દ્વારકાધીશ કહેવાયા. રાજકાજ દ્વારકાથી અને બેટ દ્વારકામાં નિવાસ તે ભગવાન શ્રીકૃષ્ણનો અતિ પ્રાચીન, પૌરાણિક અને સાચો ઇતિહાસ છે. તેને કોઇ નકારી ન શકે. ગુજરાતની આ પવિત્ર ભૂમિ પર ભગવાન દ્વારકાધીશનું રાજ છે અને તેમની ભૂમિ પર કોઇ વિધર્મી સંસ્થા કેવી રીતે માલિકીનો દાવો કરી શકે? તેમણે ઉમેર્યુ કે આ ખૂબ જ સંવેદનશીલ બાબત છે અને તમામ સંબંધિતો આ બાબતે વધુ ભડકો ન થાય તેની કાળજી રાખે. દ્વારકા, બેટ દ્વારકા પર શ્રીકૃષ્ણ સિવાય અન્ય કોઇની માલિકી જ હોઇ શકે નહીં.

(4:08 pm IST)