Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

જો દુનિયા ચીન સામે યુદ્ધમાં ઉતરશે તો ભારે પડશે, અમેરિકા ચીનને રશિયા માનવાની ભુલ ન કરેઃ અમેરિકા સ્‍થિત ચીની રાજદૂત ક્‍વિન ગાંગની ધમકી

હવે અમેરિકા 30 વર્ષ પહેલા જેટલુ શક્‍તિશાળી નથીઃ ચીનની શક્‍તિને નજર અંદાજ ન કરી શકાય

નવી દિલ્હી: અમેરિકા સ્થિત ચીની રાજદૂત ક્વિન ગાંગએ ધમકીભર્યા સૂરમાં કહ્યું હતું કે જો દુનિયા ચીન સામે યુદ્ધમાં ઉતરશે તો ભારે પડશે. અમેરિકા ચીનને રશિયા માનવાની ભૂલ ન કરે. શીતયુદ્ધમાં રશિયા અમેરિકા સામે હારી ગયું હતું, પણ ચીન શીતયુદ્ધમાં હારશે નહીં.

અમેરિકાના રાજદૂતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઘણાં લોકો માને છે કે અત્યારે અમેરિકા-ચીન વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે. એ લોકો ભૂલી જાય છે કે હવે અમેરિકા 30 વર્ષ પહેલાં જેટલું શક્તિશાળી રહ્યું છે. અમેરિકા ચીનને રશિયા માનવાની ભૂલ ન કરે. ચીન રશિયા નથી કે અમેરિકા સામે શીતયુદ્ધમાં હારી જાય.

જો ચીન સામે યુદ્ધ કરવાની કોઈ ભૂલ કરશે તો તેમને ભારે પડશે. રશિયાની જે સ્થિતિ થઈ તેના કારણે ઘણાં લોકોને લાગે છે કે ચીનની પણ હાલત એવી જ થશે, પરંતુ હવે ચીનની શક્તિને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. ચીન અને અમેરિકાના આર્થિક હિતો એક સાથે જોડાયેલા છે. જો અમેરિકા એવી કોઈ ભૂલ કરશે તો ચીનને નુકસાન થશે એની સાથે અમેરિકાને પણ થશે

ચીની રાજદૂતે ધમકી આપતા કહ્યું હતું કે ચીન સામે યુદ્ધ ભારે પડી શકે છે. ચીનની શક્તિ ઘણી વધારે છે. ઘણાં અમેરિકોની માનસિકતા યુદ્ધખોર છે, પરંતુ ચીન બિલકુલ પીછેહઠ કરશે નહીં. ચીની રાજદૂતે અમેરિકન મીડિયા સમક્ષ આપેલી આ ધમકીની ભારે ચર્ચા જાગી છે.

(5:28 pm IST)