Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

નવ ધારાસભ્યોએ પક્ષનું વોટ્સએપ ગ્રુપ છોડી દીધું

ચૂંટણી બાદથી પ.બંગાળમાં ભાજપની મુશ્કેલી જારી : ધારાસભ્યોના વોટસએપ ગ્રૂપ છોડવા પાછળ અટકળો

કલકત્તા, તા.૨૮ : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ બાદ શરુ થયેલી ભાજપની મુશ્કેલીઓ યથાવત છે.ભાજપના કુલ નવ ધારાસભ્યો પાર્ટીનુ સત્તાવાર વોટસ એપ ગ્રુપ છોડી ચુકયા હોવાથી હલચલ મચી ગઈ છે. પહેલા ઉત્તર ૨૪ પરગણાના પાંચ ધારાસભ્યો અને હવે બીજા ચાર ધારાસભ્યોએ ગ્રૂપ છોડી દીધુ છે.આ ધારાસભ્યો પાર્ટીથી નારાજ હોવાનુ કહેવાઈ રહ્યુ છે.

દરમિયાન ભાજપના પૂર્વ સાંસદ અને હવે ટીએમસી છોડી ચુકેલા બાબુલ સુપ્રીયોએ ભાજપ પર કટકાક્ષ કરતા કહ્યુ હતુ કે, વોટસએપ ગ્રૂપ છોડનારા ધારાસભ્યો હવે પાર્ટી પણ છોડી શકે છે.ભાજપની એક પછી એક વિકેટો પડી રહી છે. દરમિયાન નવ પૈકીના એક ધારાસભ્યે સ્વીકાર્યુ હતુ કે, ભુલથી વોટસએપ ગ્રુપ છોડયુ હતુ અને ફરી તેમાં સામેલ થવાની મારી ઈચ્છા છે. ધારાસભ્યોના વોટસએપ ગ્રૂપ છોડવા પાછળ અટકળો તેજ બનેલી છે.ભાજપે તાજેતરમાં નવી સમિતિઓની ઘોષણા કરી હતી અને તેમાં મતુઆ સમુદાયના કોઈ પ્રતિનિધિને સ્થાન અપાયુ નથી .આ બાબતને ધારાસભ્યોના અસંતોષ સાથે જોડવામાં આવી રહી છે.

(7:22 pm IST)