Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

દેશમાં મોટા શહેરોમાં કોરોનાનો કહેર વધ્યો:દિલ્હી અને મુંબઈમાં હવે કાબુ બહાર : દૈનિક કેસમાં 120 ટકાનો ઉછાળો : પ્રતિબંધો શરૂ

કેજરીવાલ સરકારે નવા વેરિયન્ટના જોખમને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું

નવી દિલ્હી :દિલ્હીમાં ગઈકાલ કરતા આજે કોરોનાના કેસમાં 50 ટકાનો ઉછાળો આવ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં દિલ્હીમાં 496 કેસ આવ્યાં છે તો મુંબઈમાં ગઈકાલ કરતા આજે 70 ટકાનો વધારો થતા દૈનિક કેસની સંખ્યા 1,377 થઈ છે. 

ગઈકાલે દિલ્હીમાં 331 કેસ નોંધાયા હતા તો આજે 496 કેસ આવ્યાં આ જોતા દિલ્હીમાં કોરોના કેટલો કાબુ બહાર થતો જાય છે તે સાબિત થયું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે અને નવા વેરિયન્ટનું જોખમને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું છે.

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના નવા ખતરાને ઘ્યાનમાં લઈને  દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. જીઆરએપી ગ્રેડડ રિસ્પોન્સ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. એટલે કે, દિલ્હીમાં હવે યલો એલર્ટ લાગુ થશે. જેમાં અનેક પ્રતિબંધો મુકવામાં આવશે. દિલ્હીની કેજરીવાલ સરકારે જુલાઈ 2021માં કોરોનાની ત્રીજી  લહેરને પોહોંચી વળવા માટે જીઆરએપી તૈયાર કરી હતી.

-દિલ્હીમાં યલો એલર્ટ લાગુ થયા બાદ બાંધકામની ગતિવિધિઓ ચાલુ રહેશે.
-દિલ્હીની સરકારી ઓફિસોમાં A ગ્રેડના અધિકારીઓનો 100 ટકા સ્ટાફ આવવો પડશે, બાકીના 50 ટકા સ્ટાફને બોલાવવામાં આવશે. - 50 ટકા સ્ટાફ ખાનગી ઓફિસોમાં આવશે. સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી ઓડ-ઈવન ધોરણે દુકાનો ખુલશે.
-ઓડ-ઈવનના ધોરણે સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી મોલ ખુલશે.
-દરેક ઝોનમાં 50 ટકા વિક્રેતાઓ સાથે માત્ર એક સાપ્તાહિક બજાર ચાલશે. રેસ્ટોરન્ટ અને બાર 50 ટકા ક્ષમતા સાથે ચાલશે.
-જાહેર ઉદ્યાનો ખુલશે. હોટેલો ખુલશે. વાળંદની દુકાન ખુલશે.
-સિનેમાઘરો, થિયેટરો, બેન્ક્વેટ હોલ, જીમ અને એન્ટરટેઈનમેન્ટ પાર્ક બંધ રહેશે.

(8:38 pm IST)