Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

કાનપુરમાં પીએમ મોદીના વિમાનને ઉડાનની પરમિશન ન મળી : બાય રોડ લખનઉ જવું પડ્યું

પીએમ મોદી કાનપુરમાં આઈઆઈટી દિક્ષાંત સમારોહમાં ભાગ લેવા આવ્યાં હતા ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીને કારણે પીએમના વિમાનને ઉડવાની મંજૂરી ન મળી

કાનપુરમાં આઈઆઈટી દિક્ષાંત સમારોહમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી મોદી દિલ્હી પાછા જવાના હતા પરંતુ કાનપુરમાં વાતાવરણ ખૂબ ખરાબ હતું અને વિઝિબિલિટી પણ ઘણી ઓછી હોવાને કારણે એર ટ્રાફિક કન્ટ્રોલરે પ્રધાનમંત્રી મોદીના વિમાનને ઉડવા દીધુ નહોતું.  વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અકસ્માતનો ભય રહેતો હોય છે તેથી તેમના વિમાનને પરમિશન મળી નહોતી. 

કાનપુરથી ઉડ્ડયનની પરમિશન ન મળતા પ્રધાનમંત્રી મોદીનો કાફલો રોડ માર્ગે લખનઉ જવા રવાના થયો હતો. લખનઉમાં પીએમ મોદી માટે સ્પેશિયલ વિમાન મંગાવાયું હતું અને તેમાં બેસીને તેઓ દિલ્હી ગયા હતા અને સાંજના લગભગ 6 વાગ્યે તેમના વિમાને દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે IITના 54માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ દરમિયાન, તેમણે ટેકનિકલી નિપુણ યુવાનોને આત્મનિર્ભર અને આધુનિક ભારતના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરતા મંગળવારે કહ્યું કે આગામી 25 વર્ષમાં ભારતની વિકાસ યાત્રાની લગામ તેમણે હાથમાં લેવાની છે. PM એ વિદ્યાર્થીઓને બ્લોકચેન ટેક્નોલોજી આધારિત ડિજિટલ ડિગ્રી કોન્ફરમેન્ટ રજૂ કરી.

(9:48 pm IST)