Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

મહારાષ્ટ્ર વિધાનસભામાં કોરોના વિસ્ફોટ : મંત્રી-ધારાસભ્ય, કર્મચારી, પોલીસકર્મી સહિત એકીસાથે 55 લોકો પોઝિટીવ

બે મંત્રીઓ,ઘણા ધારાસભ્યો, પત્રકારો તથા મંત્રી વર્ષા ગાયકવાડ કોરોના પોઝિટીવ : વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવા અને કવર કરવા પહોંચેલા લગભગ 2,300 લોકોનો કેમ્પ ગોઠવીને કોરોના ટેસ્ટ કરાયો

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભામાં મોટો કોરોના બ્લાસ્ટ થયો છે. વિધાનસભાના  શિયાળુ સત્રમાં એકીસાથે 55 લોકો કોરોના પોઝિટીવ નીકળતા સરકારને કોરોના લાગ્યો હોવાનું ફલિત થયું છે.  વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન લગભગ 55 લોકો કોરોનાની ઝપટે ચડ્યાં છે તેમા રાજ્ય સરકારના 2 મંત્રી, ધારાસભ્ય અને વિધાનસભાના કર્મચારી, પોલીસકર્મી અને પત્રકારો સામેલ છે. આ તમામ લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા સરકારની ચિંતા વધી છે. મિનિસ્ટર વર્ષા ગાયકવડા, કેસી પદાવી અને ભાજપ ધારાસભ્ય સમીર મેઘે પણ કોરોના સંક્રમિત નીકળ્યાં છે

મંત્રી કેસી ગાયકવાડે ટ્વિટ કરીને જણાવ્યું કે કાલે સાંજે કોરોનાના લક્ષણો જોવા મળતાં ટેસ્ટ કરાવ્ય અને તે પોઝિટીવ આવ્યો છે. મારા લક્ષણો હળવા છે અને હું સ્વસ્થ છું અને આઈસોલેશનમાં છું. મારી પાસે તે બધાની વિનંતી છે જેઓ મારા સંપર્કમાં આવ્યા હતા તેઓ આગામી કેટલાક દિવસો સુધી સાવચેત રહે.રાજ્ય વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવા અને કવર કરવા પહોંચેલા લગભગ 2,300 લોકોનો કેમ્પ ગોઠવીને સપ્તાહના અંતે કોવિડ-19 ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર મંગળવારે સમાપ્ત થવાનું છે. અગાઉ કોવિડ-19ના ચેપને કારણે સત્રનો સમયગાળો ઘટાડીને 5 દિવસ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં સક્રિય કોરોના કેસોની સંખ્યા 3 અઠવાડિયા પહેલાના 6200ની તુલનામાં 10,000ને પાર થઈ ગઈ છે. રાજ્યમાં ઉદ્ધવ ઠાકરે સરકારે કોરોના વાયરસના ચેપને રોકવા માટે રાજ્યભરમાં નાઇટ કર્ફ્યુ લાદ્યો છે.

(10:00 pm IST)