Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

સરકારી એજન્સી ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમની તાજેતરની ચેતવણીએ એપલ યુઝર્સની ઊંઘ ઉડાવી દીધી

iPhone અને iPadના કેટલાક જૂના મોડલમાં એક મોટી ખામી જોવા મળી છે, જેના કારણે યુઝર્સને નુકસાન સહન કરવું પડી શકે છેઃ સરકારી એજન્સી

નવી દિલ્‍હીઃ  હાલની સ્થિતિએ માર્કેટમાં આઈફોનને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. તો બીજી બાજુ Apple તેની ડેટા સુરક્ષા પર મહત્વનું ધ્યાન આપે છે.

આ સિવાય કંપની તેના ડિવાઈસને 6 વર્ષ માટે અપડેટ પણ આપે છે. જેથી કરીને યુઝ કરતા લોકો માટેને ડીવાઈસ લાંબા સમય સુધી ચલાવવાનું સરળ બનાવે છે. પરંતુ સરકારી એજન્સી ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમની તાજેતરની ચેતવણીએ એપલ યુઝર્સની ઊંઘ ઉડાવી દીધી છે. સરકારી એજન્સીઓના જણાવ્યા અનુસાર iPhone અને iPadના કેટલાક જૂના મોડલમાં એક મોટી ખામી જોવા મળી છે, જેના કારણે યુઝર્સને નુકસાન સહન કરવું પડી શકે છે.

ભારતીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળ કામ કરતી ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે એપલ યુઝર્સને એક ખતરા અંગે પણ સજાગ રહેવા ચેતવણી આપી છે. તેમણે એપલના જૂના ઉપકરણમાં સુરક્ષાની ખામી શોધી કાઢી છે અને જણાવ્યું કે જો આ દિશામાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો યુઝર્સને નુકસાન થઈ શકે છે. iPhone 5s, iPhone 6, iPhone 6 Plus, iPad Mini 2, iPad Mini 3 અને iPod Touch (6ઠ્ઠી જનરેશન) નો ઉપયોગ કરો છોતો સાવચેત રહેવું જરૂરી છે. તમારા ફોનમાં કોઈ ખામી છે તો હેકર્સ આસાનીથી કોડ દ્વારા તમારા ડીવાઈસ પર એટેક કરી શકે છે.

એચટીટેકના રિપોર્ટ અનુસાર, CERT-In એ કહ્યું કે આ ખામી iOS 15.1 અને ઓછા iOS વર્ઝનનો ઉપયોગ કરનારા પર ચાલી રહ્યો છે. એપલે પહેલાથી જ આધુનિક ઉપકરણો માટે iOS 16.3નું સમર્થન બહાર પાડ્યું છે. તે જ સમયે, કંપનીએ જૂના ઉપકરણો માટે iOS 12.5.7 અપડેટ બહાર પાડ્યું છે. ત્યારે કોઈપણ જોખમથી બચાવવા માટે આ અપડેટ પેચો ડાઉનલોડ કરવા જોઈએ.

જો તમે ઉપર જણાવેલ ઉપકરણનો ઉપયોગ કરી રહ્યાં છો, તો 'સેટિંગ્સ' પર જાઓ અને 'જનરલ' ટેબ પર ક્લિક કરો. તે પછી 'સોફ્ટવેર અપડેટ' પર ક્લિક કરો અને સૂચના આવે ત્યાં સુધી રાહ જુઓ. હવે પાસકોડ દાખલ કરીને આ અપડેટ ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો. આ સિવાય યુઝર્સને નવા અને આધુનિક ઉપકરણો ખરીદવાની સલાહ આપવામાં આવે છે,જેથી આધુનિક સુવિધાનો લાભ મળી શકે છે.

(1:08 am IST)