Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

કૂદકો મારીને જગુઆરે મગરને પકડી પાણીમાંથી કાઢી બહાર : વિડીયો વાયરલ

નવી દિલ્‍હી,તા. ૩૦: જગુઆર તેની સ્‍ફૂર્તી માટે જાણીતો છે. જમીનની સાથે તે પાણીમાં પણ વધુ ઝડપે શિકાર કરી શકે છે. આટલું જ નહીં, જગુઆર પોતાના શિકારને ઝાડ પર પણ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. જગુઆરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આમાં જોઈ શકાય છે કે કેવી રીતે જગુઆર પહેલા ઝાડ પરથી કૂદે છે અને પછી નદીમાંથી મગરને ખેંચે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે જગુઆર નદીમાં ગયો અને મગર પર હુમલો કર્યો. તેણે આંખના પલકારામાં જ મગરને ગળાથી પકડી લીધો. ધીમે ધીમે તેણે મગરને પાણીમાંથી બહાર કાઢ્‍યો.ᅠ

જગુઆર અને મગરનો આ વીડિયો wildlifeanimall નામના ઈન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પર અપલોડ કરવામાં આવ્‍યો છે. આ વીડિયો જોયા પછી નેટીઝન્‍સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અત્‍યાર સુધી આ વીડિયોને હજારો લાઈક્‍સ અને વ્‍યૂઝ મળી ચૂક્‍યા છે.

(12:31 pm IST)