Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

તામિલનાડુ, કેરળ પછી હવે રાહુલ ગાંધી પહોંચશે કર્ણાટક

દક્ષિણ ભારતીય રાજયોમાં દેખાય છે ભારત જોડો યાત્રાની અસર

નવી દિલ્‍હીઃ ૭ સપ્‍ટેમ્‍બરે કન્‍યાકુમારીથી શરૂ થયેલ ભારત જોડો યાત્રા દરમ્‍યાન રાહુલ ગાંધી રોજ ૨૦થી ૨૫ કીલોમીટર ચાલે છે. એટલું જ નહી સમાજના અલગ અલગ વર્ગના લોકોને મળી પણ રહયા છે.

૩૦ સપ્‍ટેમ્‍બર એટલે કે આજે રાહુલ ગાંધી કેરળની સરહદ પસાર કરીને કર્ણાટક પહોંચશે અને ત્‍યાં પણ ૨૧ દિવસ સુધી યાત્રા કરશે. કર્ણાટકના સાત જીલ્‍લાઓમાં ૫૦૦થી વધારે કીલોમીટરની યાત્રા કરીને તેઓ પછીના તબક્કામાં તેલંગણા જશે.

કેરળમાં એ જયશંકર ઇન્‍ડિયન એસોસીએશન ઓફ લોયર્સના મહામંત્રી છે તેમને પણ કોચીમાં રાહુલ ગાંધી સાથે લંચ કરવાનું આમંત્રણ મળ્‍યુ હતું. સાત સપ્‍ટેમ્‍બરે રાહુલ ગાંધીએ પોતાની પદયાત્રા તમિલનાડુના કન્‍યાકુમારી શહેરથી શરૂ કરી હતી. તેઓ ૩૦૦ કીલોમીટરનું અંતર કાપીને કોચી પહોંચ્‍યા હતા

એ લંચમાં કોઇએ રાહુલ ગાંધી જણાવ્‍યુ કે જયશંકરજીનો આજે ૬૦મો જન્‍મદિવસ છે. જયશંકર ભારતીય કોમ્‍યુનીસ્‍ટ પાર્ટીના  કાર્ડ હોલ્‍ડર છે. પણ રાહુલગાંધીએ પોતાના કેરળ કોંગ્રેસના સાથીદારોને કહયુ કે આપણે તેમનો જન્‍મદિવસ ઉજવીએ પછી તરત કેક મંગાવવામાં આવી હતી.

(3:41 pm IST)