Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ચીનમાં વસતા ઉઇગર મુસ્લિમો ઉપર જુલમની પરાકાષ્ટા : મુસ્લિમોના પવિત્ર દિવસ ગણાતા શુક્રવારે સુવરનું માંસ ખાવા મજબુર કરવામાં આવે છે : સ્વીડન સ્થિત મુસ્લિમ મહિલા શિક્ષિકા સરાગુલ સૌતબેનો ઘટસ્ફોટ

સ્વીડન : સ્વીડન સ્થિત મુસ્લિમ મહિલા  શિક્ષિકા સરાગુલ સૌતબેએ લખેલા પુસ્તકમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.જે મુજબ તે ચીનથી સ્વીડન આવી છે.અને ચીનમાં એજ્યુકેશન કેમ્પમાં રાખવામાં આવતા મુસ્લિમોને તેઓના પવિત્ર દિવસ ગણાતા શુક્રવારે સુવરનું માંસ ખાવા મજબુર કરવામાં આવે છે.જો તેઓ ઇન્કાર કરે તો તેમના ઉપર ભયંકર જુલમ ગુજારવામાં આવે છે.

સરાગુલની આ વાતને અન્ય મુસ્લિમ મહિલા જુમરેત દાઉદે પણ સમર્થન આપ્યું છે.તેના ઉપર પણ જુલમ ગુજારાતો હતો તથા પૂછપરછના બહાને માનસિક ત્રાસ અપાતો હતો.તેના પતિ પાકિસ્તાની મૂળના છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે .

(7:49 pm IST)
  • સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંત મેઘાણીનું દુઃખદ નિધન : જાણીતા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંત મેઘાણીનું આજે ભાવનગર મુકામે દુઃખદ નિધન થયુ છે : તેઓ ૮૩ વર્ષના હતા : કોમ્પ્યુટર ઉપર કામ કરી રહ્યા હતા ત્યારે અંતિમ શ્વાસ લીધા access_time 3:20 pm IST

  • મોસ્કોમાં એક સાથે કોવિદ વેકિસન આપવા જબ્બર તૈયારીઓ : શનિવારથી રશિયાના મોસ્કો ખાતે સમગ્ર શહેરમાં કોવિડ વેકિસન સેન્ટરો ઉભા કરવામાં આવશે, તે સાથે જ મોસ્કોમાં એકસાથે કોરોના વેકસિન આપવાનું ભગીરથ કાર્ય હાથ ધરાશે. access_time 10:46 am IST

  • મુંબઈગરાંઓ માટે 26 ઈલેક્ટ્રિક AC બસોનું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા લોકાર્પણ.: ટાટા મોટર્સ દ્વારા આ ઈલેક્ટ્રિક બસો બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારની નીતિ અનુસાર મુંબઈને આવી કુલ 340 બસ મળવાની છે... access_time 8:35 pm IST