Gujarati News

Gujarati News

News of Friday, 30th December 2022

દુબઈઃ ભારતવંશીના ખાતામાં ભૂલથી 1.28 કરોડ આવ્યા: પરત આપવાનો ઇન્કાર કરતા જેલમાં જવું પડ્યું,:સજા પુરી થયા બાદ દંડની રકમ ચૂકવવા અને દેશનિકાલનો હુકમ

દુબઇ :સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં ઓક્ટોબર 2021માં મેડિકલ ટ્રેડિંગ કંપની દ્વારા ભૂલથી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયેલા 5.70 લાખ દિરહામ (આશરે રૂ. 1.28 કરોડ) પરત કરવાનો ઇનકાર કરવા બદલ એક ભારતીયને એક મહિના માટે જેલમાં મોકલવામાં આવ્યો છે. વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
 

કોર્ટે તેને દંડની સમાન રકમ ચૂકવવા અને સજા પૂરી થયા બાદ તેને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો હતો. મેડિકલ ટ્રેડિંગ કંપનીના અધિકારીએ જજને કહ્યું કે તે તેના એક બિઝનેસ ગ્રાહકને 5.70 લાખ દિરહામ મોકલી રહ્યો હતો પરંતુ ભૂલથી રકમ આરોપીના ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

 

(12:14 pm IST)