Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

' CAREER એવોર્ડ ' : ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રમિક ભટ્ટાચાર્યને નેશનલ સાયન્સ ફાઉન્ડેશનનો ' કેરીઅર એવોર્ડ ' એનાયત : યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડાના પાંચ પ્રોફેસરોને અપાયેલા એવોર્ડમાં સ્થાન મેળવ્યું

ફ્લોરિડા : ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રમિક ભટ્ટાચાર્યને નેશનલ સાયન્સ ફાઉન્ડેશનનો ' કેરીઅર  એવોર્ડ ' એનાયત કરાયો છે.નેશનલ સાયન્સ ફાઉન્ડેશન  દ્વારા પાંચ પ્રોફેસરોને  અપાયેલા એવોર્ડમાં શ્રી ભટ્ટાચાર્યએ સ્થાન મેળવ્યું છે.

નવા સંશોધકોને જુદા જુદા ક્ષેત્રોમાં  સંશોધન ક્ષેત્રે આગળ ધપાવવા નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના ઉપક્રમે  ' કેરીઅર  એવોર્ડ ' આપવામાં આવે છે.

આ એવોર્ડ માટે યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડાના પાંચ પ્રોફેસરોની પસંદગી કરવામાં આવી છે. જેઓને  આગામી પાંચ વર્ષ દરમિયાન સંશોધન આગળ ધપાવવા માટે સામુહિક રીતે 3 મિલિયન ડોલર આપવામાં આવશે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:06 pm IST)
  • કોવિડ મહામારી અને લોકડાઉનથી અર્થતંત્રને ફટકો પડતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યની મહેસૂલ વધારવા માટે રાજ્ય સરકાર હસ્તકની રૂ .20,000 કરોડની જમીનો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ બે રાજ્ય સરકારો પણ નજીકના ભવિષ્યમાં પોતાની લેન્ડ બેંક વેચવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:16 am IST

  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બે દિવસથી ભેદી ધડાકા : રાત્રીના સમયે ભેદી ધડાકાઓથી લોકોમાં ફફડાટ. :ધડાકાઓનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી :ધડાકા સાથે જમીન ધ્રુજી ઉઠે છે છતાં તંત્ર અજાણ : પ્રાંત અધિકારીએ ધડાકા અંગે તપાસના આદેશ આપ્યા access_time 12:08 am IST