Gujarati News

Gujarati News

News of Thursday, 10th November 2022

ગોવર્ધન પૂજા ,ગૌપૂજા , દિવાળી અન્નકૂટ દર્શન ,પ્રસાદ અને ફટાકડાની આતશબાજી :અમેરિકામાં વલ્લ્ભધામ હવેલી નેવીન્ગટન કનેક્ટીકટ મુકામે 12 નવેમ્બર 2022 શનિવારે યોજાનારો કાર્યક્રમ

નેવીન્ગટન કનેક્ટીકટ : અમેરિકામાં વલ્લ્ભધામ હવેલી 26 ,ચર્ચ સ્ટ્રીટ ,નેવીન્ગટન કનેક્ટીકટ મુકામે 12 નવેમ્બર 2022 શનિવારે ગોવર્ધન પૂજા ,ગૌપૂજા , દિવાળી અન્નકૂટ દર્શન ,પ્રસાદ અને ફટાકડાની આતશબાજી સાથે દિવાળી અન્નકૂટ ઉત્સવ ઉજવવાનું આયોજન કરાયું છે.

ઉત્સવ અંતર્ગત ગોવર્ધન પૂજા ,તથા ગૌપૂજાનો સમય સવારે 11 -00 વાગ્યાથી બપોરે 12 -00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.તથા અન્નકૂટ દર્શન સાંજે 5 -30 થી રાત્રીના 8 -30 સુધી થઇ શકશે.

ગોવર્ધન પૂજા ,ગૌપૂજા , તથા દિવાળી અન્નકૂટ માટે મનોરથીઓ આવકાર્ય છે.

સહુ વૈષ્ણવોને ઉત્સવમાં હાજરી આપવા આમંત્રણ પાઠવાયું છે.તેવું મંદિરની યાદી જણાવે છે

(8:04 pm IST)