Gujarati News

Gujarati News

News of Sunday, 10th April 2022

FIA ,ભારતીય સમાજ ,અને એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રના અગ્રણી શ્રી યશ પાલ સોઈનું 83 વર્ષની વયે નિધન : અખંડ ભારતના લાહોરમાં જન્મેલા ,તથા ચંદીગઢમાં સ્થિર થયા બાદ , અમેરિકાને કર્મભૂમિ બનાવનાર રાષ્ટ્રભક્તની ચિર વિદાયથી ભારતીયોમાં શોકનું મોજું

દિપ્તીબેન જાની દ્વારા : તાજેતરમાં 2 એપ્રિલ 2022 ની વહેલી પરોઢે ફેડરેશન ઓફ ઇન્ડિયાના સ્થાપક સભ્ય ,પીઢ આગેવાન ,સંનિષ્ઠ સેવાભાવી સમર્પિત નેતા ,તથા એન્ટરટેઇનમેન્ટ તેમજ મીડિયા ક્ષેત્રના પાયોનિયર, પ્રખર પુરસ્કર્તા, શ્રી યશ પાલ સોઇના 83 વર્ષની વયે ન્યુજર્સી ખાતે સ્વર્ગવાસના સમાચાર પ્રસરતા સમગ્ર ભારતીય સમુદાયમાં દુઃખ અને શોકનું મોજું ફરી વળ્યું હતું.

શ્રી યશ પાલ સોઈ 18 જુલાઈ 1938 ના રોજ ખાતે જન્મેલા . ભારતના 1947 માં ભાગલા પડતા તેમનો પરિવાર સિમલા આવ્યો.અને પછી ચંદીગઢમાં સ્થિર થયો.બુદ્ધિમત્તામાં તેજસ્વી ,વિનમ્ર ,અને પરિસ્થિતિને અનુકૂળ થવાના સ્વભાવ સાથે 1963 માં અમેરિકામાં utah college માં B.S. ( civil ) eng.1963 -66 દરમિયાન ભણ્યા .અને 1971 -74 માં ન્યુયોર્કની કોલંબિયા યુનિ.માંથી ઇન્ડસ્ટ્રીઅલ એન્જીનીઅરીંગમાં m.s.ડિગ્રી લીધી.તેમની ભારતની સેવા કરવાની પ્રબળ લાગણીથી વિવિધ સંસ્થાઓનું સંગઠન રચી ક્રમશઃ તેને ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશનમાં પરિવર્તિત કરી તેના વાઇસ પ્રેસિડન્ટ બન્યા.ભારતીય સંગીત અને કલાને વિશ્વ ફલક પર ગુંજતી અને ગાજતી કરવા ન્યુયોર્ક ખાતે અમર તાજ ગીતમાલા રેડીઓ પર શરૂ કરી ભારતીય કલાકારો ,સમાચારોને પ્રોત્સાહન આપ્યું.સાથમાં તાજ મહાલ ટ્રાવેલ્સ સર્વિસ શરૂ કરી.

ખુબ જ ખંતીલા મહેનતુ ,મહત્વાકાંક્ષી ,અને કાર્યદક્ષ હોવાથી ન્યુયોર્ક સિટીમાં કોર્પોરેશનના એન્ટરટેઇનમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ચીફ એન્જીનીઅર બની રીટાયર થયા.ભારતથી અમેરિકા આવવા ઉત્સુક બૉલીવુડ કલાકારો ,ગાયકો ,અને ગાયિકાઓના કાર્યક્રમો યોજવાની પહેલ તેમણે કરી.મહંમદ રફી ,મન્નાડે ,કુમાર સાનુ ,આશા ભોંસલે ,જગજિતસિંઘ ,અનુપ જલોટા ,ગુલામ અલી ,અલકા યાજ્ઞિક ,ઉદિત નારાયણ ,બાબુલ સુપ્રિયો ,પંકજ ઉધાસ ,જીતેન્દ્ર ,શ્રીદેવી ,બાલી બ્રહ્મભટ્ટ ,જેવા દિગ્ગજ કલાકારોને નિમંત્રી મનોરંજનની મહેફિલ જમાવી.

 

 ન્યુયોર્કના મેયર એસ કોચ ,ગયાનાના પ્રમુખપદના ઉમેદવાર ચેટ્ટી જગન ,તથા અન્ય રાજકારણીઓ ,માટે સફળ ફંડ રાઇઝિંગ કરી લોકચાહના પ્રાપ્ત કરી . FIA સાથેના તેમના 45 વર્ષના ઘનિષ્ઠ સહયોગથી તેની સફળતા અને વિકાસમાં અગ્રણી ફાળો આપ્યો.

શ્રી યશ પાલ સોઈ 1999 તથા 2008 માં  FIA ના પ્રમુખ બન્યા .2009 થી 2020 FIA બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના વાઇસ ચેરમેન રહ્યા.સાથેસાથે NFIA અને GOPIOજેવી રાષ્ટ્રીય /આંતર રાષ્ટ્રીય સંસ્થાઓને તેમની સર્વતોમુખી સેવા અને નેતૃત્વનો લાભ મળ્યો.

વેસ્ટ ઇન્ડિઝના ન્યુયોર્ક ,ન્યુજર્સીમાં  વસતા સમુદાયમાં તેમની સેવાના ફળ સ્વરૂપ તેની આઝાદીમાં યોગદાનને કારણે ગિયાના સરકારના પ્રમુખ ભરત જગદેવે તેમને વિશિષ્ટ એવોર્ડથી નવાજ્યા હતા.તેમની બહુમુખી પ્રતિભા ,સુદીર્ઘ સમાજ સેવાની કદર રૂપે નેકો દ્વારા તેમને 2014 માં સુપ્રતિષ્ઠિત Ellis Island Medal of Honour થી સન્માનિત કરાયા.

શેર એન્ડ કેર ફાઉન્ડેશન જેવી સેવાભાવી સંસ્થાઓના ફંડ રેઇઝિંગ કાર્યક્રમોમાં નોંધપાત્ર સહયોગ આપ્યો.તેમનામાં રાષ્ટ્રભક્તિ અને માતૃભૂમિ માટે કરી છૂટવાની આજીવન ઉત્કંઠા રહેલી. કારગિલ વોરમાં શહાદતને વરેલા જવાનોના પરિવારને મદદરૂપ થવા FIA દ્વારા પોતાના 1999 ના પ્રમુખ પદના કાર્યકાળમાં માતબર રકમનો રાહત ફાળો એકત્રિત કર્યો .અન્ય અનેક સંસ્થાઓ ,ઇન્ડિયન કોન્સ્યુલેટ ,સાથે તેમના ઘનિષ્ઠ સબંધો રહ્યા.રાજકારણીઓ સાથે મુલાકાત માટે તેઓ સદાય ઉત્સાહી રહેતા.તેમજ ગરીબોને મદદ કરવામાં પણ સદાય અગ્રણી હતા.
તેઓ એક ઉમદા ગાયક હતા.સ્વયં મન્નાડેજીએ યશપાલની ગાયકીને કોન્સર્ટમાં પ્રસ્તુત કરી હતી.

મેં અને યશપાલજીએ 40 વર્ષથી વધુ   FIA ,NFIA માં તન,મન,ધનથી સતત યોગદાન આપેલ છે.

બુધવાર તારીખ 6 એપ્રિલ 2022 ના રોજ ફ્રેન્કલીન મેમોરિયલ ,નોર્થ બ્રન્સવિક ,ન્યુજર્સી ખાતે યોજાયેલ તેમના અંતિમ સંસ્કારમાં FIA ,GOPIO,તથા અન્ય સંસ્થાઓના અગ્રણીઓ ,અનેક સહકાર્યકર્તાઓ ,પરિવારજનો ,મિત્રો ,વિશાળ  સંખ્યામાં જોડાયા હતા.

યશપાલજીની અણધારી વિદાયએ FIA અને ભારતીય સમાજમાં ન પુરી શકાય તેવી ખોટ સર્જી છે.તેઓ તેમની પાછળ વહાલસોઈ પત્ની Dorothy ,બે પ્રતિભાશાળી પુત્રો રાજન અને સુનિલ તથા તેમનો પરિવાર ,ભાઈ,બેન,અને વિશાળ મિત્રવર્ગ ચાહક વર્ગને શોકમય બનાવી અનંતની યાત્રાએ સિધાવ્યા છે.
પ્રભુ સ્વર્ગસ્થના આત્માને શાશ્વત શાંતિ બક્ષે એ જ પ્રાર્થના .તેવું શ્રી ચંદ્રકાન્ત ત્રિવેદીના અહેવાલ તથા ફોટો સૌજન્ય દ્વારા જાણવા મળે છે.

(8:35 pm IST)