Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

' પબ્લિક હેલ્થ હીરો ' : અમેરિકામાં ન્યુજર્સી મુકામે NJBIZ 2022 પબ્લિક હેલ્થ હીરો એવોર્ડ ડો.તુષાર પટેલ તથા શ્રી રિતેશ શાહના ફાળે : બંને અગ્રણીઓએ કોમ્યુનિટીની આરોગ્ય સંભાળ માટે અસંખ્ય કલાકો ફાળવી સેવાઓ આપીદિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ' પબ્લિક હેલ્થ હીરો '. અમેરિકામાં ન્યુજર્સી મુકામે NJBIZ 2022 પબ્લિક હેલ્થ હીરો એવોર્ડ ડો.તુષાર પટેલ તથા શ્રી રિતેશ શાહના ફાળે ગયો હતો . બંને અગ્રણીઓએ કોમ્યુનિટીની આરોગ્ય સંભાળ માટે અસંખ્ય કલાકો ફાળવી સેવાઓ આપી હતી.

10 ઓગસ્ટ, 2022 ના રોજ ધ પેલેસ સમરસેટ પાર્ક ખાતે આયોજિત સમારોહ અંતર્ગત પબ્લિક હેલ્થ હીરો એવોર્ડ કેટેગરીમાં ન્યૂજર્સીના હેલ્થકેર હીરોઝ એવોર્ડ ડૉ. પટેલ અને શ્રી શાહને એનાયત  કરવામાં આવ્યા હતા.જેમણે કોમ્યુનિટી આરોગ્ય સંભાળ માટે અસંખ્ય કલાકોનો સમય અને સંસાધનો સમર્પિત કર્યા હતા તે બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

કોમ્યુનિટી આરોગ્ય સેવાઓ અંતર્ગત લોકોને આરોગ્ય વિષયક શિક્ષણ, પરામર્શ, જાગરૂકતા અને ક્રોનિક રોગોની તપાસ પૂરી પાડવી સહિતના કાર્યોનો સમાવેશ થાય છે. તેઓએ ન્યુ જર્સીમાં છેલ્લા બે દાયકાથી વધુ સમયથી આરોગ્ય ક્ષેત્રે વંચિત વ્યક્તિઓ માટે મેળા, સેમિનાર અને અન્ય શૈક્ષણિક કાર્યક્રમો યોજવાનું ભગીરથ કાર્ય કર્યું છે.જે ડૉ તુષાર પટેલ તેમની બિન-લાભકારી સંસ્થા ઈન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુ જર્સી ( IHCNJ ) ના છત્ર હેઠળ કરવામાં આવે છે. IHCNJ એ 1999 થી હજારો વ્યક્તિઓને આરોગ્ય તપાસ પૂરી પાડવા માટે સેવા આપી છે જે માટે વાર્ષિક આરોગ્ય મેળાઓ દ્વારા રોગ નિવારણ શિક્ષણ, પરામર્શ અને સેવાઓ
ન્યુ જર્સીમાં વીમા વિનાની અને ઓછી વીમાવાળી વ્યક્તિઓને જાહેર આરોગ્ય  માટે સેવાઓ પુરી પાડવામાં આવે છે.

 IHCNJ પ્રેસિડન્ટ ડો. તુષાર પટેલ, અને તેમની ટિમ દ્વારા સંસ્થાએ મફત આરોગ્ય તપાસ સેવાઓ પૂરી પાડી હતી.જે અંતર્ગત 12,000 થી વધુ વીમા વિનાના અથવા ઓછા વીમાવાળા અને 3,500 થી વધુ ક્રોનિક કેસ શોધાયા હતા.રોગોની અસાધારણતા અને લાંબા ગાળાની ગૂંચવણોને ઘટાડવા માટે પ્રારંભિક હસ્તક્ષેપ પ્રદાન કરે છે.

માર્ચ 2020 થી, ડૉ. પટેલ અને તેમની ટિમ દ્વારા કોવિડ-19 રોગચાળા દરમિયાન  સમુદાયના લોકોને રસીકરણ અને પરીક્ષણની સાથે રોગચાળા અંગેની ચર્ચાઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો ખાસ કરીને રોગચાળાની શરૂઆતમાં જયારે ખોટી માહિતી અને વિરોધાભાસી માહિતી પ્રસારિત કરતા હતા ત્યારે  IHCNJ ના નેજા હેઠળ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડયું હતું.

શ્રી રિતેશ શાહ, એક અગ્રણી બિઝનેસ એન્ટરપ્રેન્યોર અને ફાર્માસિસ્ટ છે. જેઓ છેલ્લા બે દાયકાથી ન્યુ જર્સીના ઇન્ડિયન હેલ્થ કેમ્પ સાથે જોડાયેલા છે.
તથા પોતાની બિન-લાભકારી ચેરિટેબલ ફાર્મસી રિતેશ શાહ ચેરીટેબલ ફાર્મસી (RSCP) ના માધ્યમથી દવાઓ, રસીકરણ, અને ફાર્મસી સેવાઓ આપી રહ્યા છે. RSCP એ રાજ્યની સૌપ્રથમ એવી સંસ્થા છે કે જે વંચિત લોકોને વિનામૂલ્યે ફાર્મસી સેવાઓ આપે છે. ફાર્મસી શરૂ થયાના માત્ર સો દિવસમાં જ 585 થી વધુ પ્રિસ્ક્રિપ્શનો ભરાયા અને 95 દર્દીઓને સેવા આપવામાં આવી . જેમાં 24 ડાયાબિટીક પેશન્ટ હતાઅને 95 દર્દીઓ હાર્ટ પેશન્ટ હતા.

ઉપરાંત દર્દીઓને તેમની માનસિક સ્વાસ્થ્ય દવાઓ માટે. મે 2022 માં RSCP ની શરૂઆત થઈ ત્યારથી, ફાર્મસીએ જરૂરિયાતમંદ લોકોને $100,000 થી વધુ કિંમતની દવાઓ પૂરી પાડી છે.

 

NJBIZ દ્વારા હેલ્થકેર હીરો તરીકે ઘણા વર્ષોથી માન્યતા આપવામાં આવે છે. અને દરેક કેટેગરીમાં વિજેતાઓને એવોર્ડ સમારોહ દરમિયાન સન્માનિત કરવામાં આવે છે.

2022 માં એવોર્ડ માટે એજ્યુકેશન હીરો, હેલ્થ કેર પ્રોફેશનલ ઓફ ધ ઇઅર , ઇનોવેશન હીરો, નર્સ અને ફિઝિશિયન ઓફ ધ યર, પબ્લિક હેલ્થ ,એજ્યુકેશન એન્ડ ઇનોવેશન હીરો ,વોલન્ટીયર ઓફ ધ ઇઅર ,તથા વર્કપ્લેસ વેલનેસ હીરો ,વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.તથા NJBIZ અને તેમની વેબસાઈટના વિશેષ પૂરકમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

પ્રોગ્રામનું આયોજન ન્યુ જર્સીના પ્રીમિયર બિઝનેસ ન્યૂઝ પબ્લિકેશન NJBIZ દ્વારા કરવામાં આવ્યું હતું અને NJ ના Horizon Blue Cross Blue Shield સહયોગી હતા .મુખ્ય સ્પોન્સર તરીકે Hackensack મેરિડીયન હેલ્થ હતા. સહાયક સ્પોન્સર તરીકે બર્ગન ન્યૂ બ્રિજ મેડિકલ સેન્ટર,  અને સેન્ટ જોસેફ હેલ્થ હતા.

સમરસેટ પાર્કના પેલેસમાં 360 થી વધુ હેલ્થકેર લીડર્સ ,અને તેમના અતિથિઓની ઉપસ્થિતિમાં 10 થી વધુ હેલ્થકેર કેટેગરીમાં માન્યતાઓ આપવામાં આવી હતી.જ્યાં હેલ્થકેર હીરોઝને આરોગ્ય ક્ષેત્રે તેમની ઉમદા કામગીરી માટે
ઉપસ્થિતોએ બિરદાવ્યા હતા.

ઇવેન્ટની શરૂઆત સવારે 8 વાગ્યે નેટવર્કિંગ અને નાસ્તા સાથે થઈ હતી ત્યારબાદ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.વિજેતાઓની પસંદગી આરોગ્ય ક્ષેત્રે અગ્રણી અને નિષ્ણાંત 12 પ્રતિષ્ઠિત જજની સ્વતંત્ર પેનલ દ્વારા કરવામાં આવી હતી

NJBIZ હેલ્થકેર હીરોઝ એવોર્ડ પ્રોગ્રામ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને
www.njbiz.com/events . ની મુલાકાત લો. IHCNJ અને RSCP પ્રવૃત્તિઓ વિશે વધુ માહિતી માટે કૃપા કરીને તેમની વેબસાઇટ www.IHCNJ.org અને www.rscprx.org ની મુલાકાત લો. તેવું ડૉ. તુષાર પટેલ - 848-391-0499 દ્વારા જાણવા મળે છે.

(1:31 pm IST)