Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

યુ.એસ.માં જુદા જુદા દેશોમાંથી આવતા ગેરકાયદે વસાહતીઓની સંખ્યા 4 .2 મિલિયન જેટલી : જેમાં અડધા મિલિયન જેટલી સંખ્યા ધરાવતા ભારતીય વસાહતીઓનું યુ.એસ.ના અર્થતંત્રમાં 2.8 અબજ ડોલરનું યોગદાન : 15.5 અબજ ડોલરની સામૂહિક ખર્ચ શક્તિ : અમેરિકન થિંક ટેન્કનો અહેવાલ

વોશિંગટન : તાજેતરમાં અમેરિકન થિંક ટેન્કના પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં જણાવ્યા મુજબ યુ.એસ.માં અડધા મિલિયનથી વધુની સંખ્યા ધરાવતા ગેરકાયદે ભારતીય વસાહતીઓ 15.5 અબજ ડોલરની સામૂહિક ખર્ચ શક્તિ ધરાવે છે .તથા ફેડરલ, રાજ્ય અને સ્થાનિક વેરાની આવકમાં 2.8 અબજ ડોલરનું  યોગદાન આપે છે .

પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ અમેરિકન થિન્ક ટેન્કના 2019 ની સાલના અહેવાલને રજૂ કરીને જણાવ્યું છે કે  અમેરિકામાં વસતા અન્ય દેશોના ગેરકાયદે વસાહતીઓની સરખામણીમાં ભારતીયો ટોચનું સ્થાન ધરાવે છે.તથા યુ.એસ.ના અર્થતંત્રમાં ફાળો આપનાર લોકોમાં ત્રીજો ક્રમાંક ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે મેક્સિકોમાંથી અમેરિકામાં આવનાર ગેરકાયદે વસાહતીઓની સંખ્યા 4.2 મિલિયન જેટલી થવા જાય છે. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:01 pm IST)