Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

હવે UAE માં વિદેશી કંપનીઓ પોતાની 100 ટકા માલિકી સાથે વ્યવસાય શરૂ કરી શકશે : નવો વ્યવસાય શરૂ કરવા માટે સ્થાનિક કંપનીની ભાગીદારી ફરજીયાત નહીં રહે : વિદેશી રોકાણો આકર્ષવા માટે UAE સરકારનો મહત્વનો નિર્ણય : 1 ડિસેમ્બરથી અમલી

દુબઇ : અત્યાર સુધી UAE માં રોકાણ કરવા માટે સ્થાનિક કંપની સાથે ભાગીદારી ફરજીયાત હતી.જે મુજબ પચાસ ટકાથી વધુ શેર હિસ્સો સ્થાનિક કંપનીઓનો રહેતો હતો.પરંતુ  વિદેશી રોકાણોને આકર્ષવા માટે  સરકારે હવે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ હવે  વિદેશી કંપનીઓ પોતાની 100 ટકા માલિકી સાથે વ્યવસાય શરૂ કરી શકશે .જેનો અમલ 1 ડિસેમ્બરથી શરૂ થશે.

આ માટે સરકારે ત્રણ ક્ષેત્રોમાં રોકાણ વધારવાને પ્રાધાન્ય આપવાનું નક્કી  કર્યું છે જેમાં એગ્રીકચર ,સર્વિસ ,તથા ઉત્પાદન ક્ષેત્રનો સમાવેશ થાય છે.

સરકારના આ નિર્ણયને ગ્લોબલ કંપનીઓ એ વધાવી લીધો છે.

ઉલ્લેખનીય છે કે જાયન્ટ કંપનીઓ વર્તમાન કોરોના સંજોગોમાં પોતાનો વ્યવસાય વિકસાવવા માટે ખાદી દેશો તરફ મીટ માંડીને બેઠી છે તેવા સંજોગોમાં આ નિર્ણય સમયસ્રનો  છે. તેવું કંપનીઓના અધિકારીઓએ મંતવ્ય વ્યક્ત કર્યું હતું.

એક વર્ષ માટે અમલી બનાવાયેલા આ સુધરાઈન સરકાર જરૂર પડ્યે વધુ મુદત માટે લંબાવી શકશે તેવું ગલ્ફ ન્યુઝ દ્વારા જાણવા મળે છે.

(2:06 pm IST)