Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

IACFNJ ના ઉપક્રમે 7 ઓગસ્ટ, 2022ના રોજ ' વાર્ષિક સમર પિકનિક ' યોજાશે : આબાલ વૃદ્ધ સહિત તમામ વયના લોકો રમત ગમત ,બિન્ગો , ઇનામો, લાઇવ ડીજે ગાયન, અને મનોરંજક પ્રવૃત્તિઓનો આનંદ માણશે : 20 ઓગસ્ટ, 2022 ના રોજ ભારતનો 75મો સ્વતંત્રતા દિવસ “આઝાદીકા અમૃત મહોત્સવ” તરીકે ઉજવાશે : દેશભક્તિ સભર નૃત્યો અને ગાયનની રમઝટ બોલશે

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ઈન્ડો-અમેરિકન કલ્ચરલ ફાઉન્ડેશન ઓફ સેન્ટ્રલ જર્સી (IACFNJ) ના ઉપક્રમે 7 ઓગસ્ટ, 2022 રવિવારના રોજ મર્સર કાઉન્ટી પાર્ક ખાતે' વાર્ષિક સમર પિકનિક ' યોજાશે .મનોરંજનથી ભરપૂર આ આઉટડોર પિકનિકમાં સ્થાનિક સમુદાયોના રહેવાસીઓ તથા IACFNJ સભ્યો હાજરી આપશે.

ભારતીય અમેરિકનોની વધુ વસતિ ધરાવતા સેન્ટ્રલ જર્સીમાં IACFNJ ના ઉપક્રમે
20 ઓગસ્ટ, 2022 ના રોજ ભારતનો 75મો સ્વતંત્રતા દિવસ “આઝાદી કા
અમૃત મહોત્સવ” તરીકે ઉજવાશે .329 કલવર રોડ સાઉથ બ્રુન્સવિક, ન્યુ જર્સી મુકામે સ્વામિનારાયણ મંદિરની  બહારના મેદાનમાં યોજાનારા આ ઉત્સવમાં દેશભક્તિ સભર નૃત્ય પ્રદર્શન અને ગાયનની રમઝટ બોલશે.

IACFNJ સેન્ટ્રલ જર્સીમાં અગ્રણી કોમ્યુનિટી સંસ્થા છે જે ભારતીય અમેરિકનોની યુવા પેઢીમાં ખૂબ જ લોકપ્રિય છે. સાઉથ અને નોર્થ બ્રુન્સવિક, ફ્રેન્કલિન પાર્કમાં સાઉથ એશિયનોની વધુ વસતિ ધરાવતા પ્રિન્સટન, પ્રિન્સટન જંકશન, મનરો, પૂર્વ બ્રુન્સવિક અને પૂર્વ અને પશ્ચિમ વિન્ડસર અને આસપાસના શહેરમાં IACFNJ ના ઉપક્રમે સફળ નવરાત્રી ગરબા ઉપરાંત ઉનાળુ પિકનિક, સ્વતંત્રતા દિવસની ઉજવણી, હોલિડે પાર્ટી અને સ્પ્રિંગ ફેસ્ટિવલ ઉજવાય છે.સાઉથ એશિયન સમુદાયને એક છત્ર હેઠળ એકત્રિત કરવા સંસ્થા છેલ્લા બે દાયકાથી કાર્યરત છે.છેલ્લા બે વર્ષના રોગચાળા પછી યોજાનારી આ વર્ષની ઉનાળુ પિકનિક ફરીથી સહુને ભેગા કરશે.જેમાં આબાલ વૃદ્ધ સહિતના તમામ વયના લોકો જોડાશે.તથા મનોરંજક પ્રવૃત્તિઓનો આનંદ માણશે .

પિકનિકમાં બાળકો માટે રમતો, બિન્ગો, ઇનામો, લાઇવ ડીજે અને સંગીત અને ગાયન સહિતની પ્રવૃત્તિઓનો સમાવેશ થશે.પિકનિકમાં સ્થાનિક પ્રતિભાશાળી ગાયકો જોડાશે.  નાસ્તો, લંચ અને ડિનર ફ્રી આપવામાં આવશે. IACFNJ તેના મેમ્બર્સ તેમજ નોન મેમ્બર્સ માટે મામૂલી ચાર્જ સાથે પ્રવેશ માટે ખુલ્લું છે. જેમાં દેશી એક્સપેરિમેન્ટ્સ એલએલસીના યુવા અને પ્રતિભાશાળી ડીજે દર્શન તથા આશિષ  લાઈવ મનોરંજન પૂરું પાડવામાં આવશે.એક્ઝ્યુટિવ કમિટી તથા કમિટી મેમ્બર્સ પિકનિક અને સ્વતંત્રતા દિવસની ઉજવણીને સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી રહ્યા છે.

 

 વર્તમાન કારોબારી મંડળમાં શ્રી રાવજીભાઈ પટેલ ચેરમેન, , ડો. તુષાર પટેલ પ્રેસિડન્ટ ,શ્રી મહેશ પટેલ અને શ્રી મહેશ શાહ વાઇસ પ્રેસિડન્ટ , સુશ્રી સુરભી
અગ્રવાલ સેક્રેટરી ,અને શ્રી રાજેશ પટેલ ટ્રેઝરર તરીકે સેવાઓ આપી રહ્યા છે.  પાયાના કાર્યકરો તથા ફાઉન્ડર તરીકે કાર્યરત સંસ્થાના ટ્રસ્ટીઓમાં શ્રી રેવો નાવાણી, શ્રી જાધવ ચૌધરી તથા શ્રી  હિતેશ પટેલનો સમાવેશ થાય છે.

સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવા ઉપરાંત, IACFNJ સ્થાનિક સંસ્થાઓને પણ સમર્થન આપે છે. 2022 માં, IACFNJ દ્વારા દક્ષિણ અને ઉત્તર બ્રુન્સવિક હાઇસ્કૂલના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિવિધ વિષયોમાં તેમની ગુણવત્તાના આધારે કુલ સાત શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. નોર્થ બ્રુન્સવિક હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓને IACFNJના બે સ્તંભો મૂર્તિ યેરામિલ્લી ટ્રસ્ટી ,અને સુનીલ શાહ ટ્રેઝરર ,જેઓનું 2020 અને 2021 માં અવસાન થયું હતું તેમની સ્મૃતિમાં શિષ્યવૃતિ આપવામાં આવી હતી. જે સુનીલ શાહના પુત્ર શ્રી દર્શન શાહના હસ્તે 7 જૂન, 2022 ના રોજ સિનિયર્સ એવોર્ડ નાઇટ દરમિયાન આપવામાં આવી હતી.

IACFNJ ના આગામી કાર્યક્રમો મુજબ સપ્ટેમ્બર અને ઑક્ટોબર 2022 માં નવરાત્રી ગરબાની ઉજવણી કરાશે .જે એક મેગા ઇવેન્ટ બની રહેશે. બાદમાં નવેમ્બર માસમાં તહેવારો ઉજવાશે. આ ઇવેન્ટ્સની વિગતો નજીકના ભવિષ્યમાં જાહેર કરાશે જે વિષે વધુ માહિતી માટે સંસ્થાની વેબસાઈટ www.IACFNJ.org  અથવા info@iacfnj.org અથવા iacfnj@yahoo.com પર ઈ-મેલ કરી મેળવી શકાશે. તેવું IACFNJ પ્રેસિડન્ટ ડો. તુષાર પટેલ 848-391-0499 દ્વારા જાણવા મળે છે.

(9:36 am IST)