Gujarati News

Gujarati News

News of Friday, 22nd July 2022

ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન્સ (FIA) ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવા બે રેકોર્ડ નોંધાવશે : 21 ઓગસ્ટ, 2022 ના રોજ મેનહટન, ન્યુયોર્કમાં હાથ ધરનારા પ્રયાસને પૂજ્ય સંત શ્રી મોરારીબાપુએ આશીર્વાદ પાઠવ્યા : FIA ના કાર્ય અને ટ્રેક રેકોર્ડની પ્રશંસા કરી :1993 ની સાલમાં ન્યુયોર્ક મુકામે ઈન્ડિયા ડે પરેડમાં તેમની ઉપસ્થિતિને યાદ કરી

ન્યુયોર્ક : ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન્સ (FIA) ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવા બે રેકોર્ડ નોંધાવશે .જે માટે  21 ઓગસ્ટ, 2022 રવિવારના રોજ મેનહટન, ન્યુ યોર્કમાં હાથ ધરનારા પ્રયાસને પૂજ્ય સંત શ્રી મોરારીબાપુએ આશીર્વાદ પાઠવ્યા છે.સાથોસાથ FIA ના કાર્ય અને ટ્રેક રેકોર્ડની પ્રશંસા કરી છે.

પૂજ્ય બાપુએ આ તકે 1993 ની સાલમાં ન્યુયોર્ક મુકામે ઈન્ડિયા ડે પરેડમાં  તેમની ઉપસ્થિતિને યાદ કરી હતી.તથા બોર્ડના વરિષ્ઠ સભ્ય શ્રી રામભાઈ ગઢવી તથા તેમની ટીમના પ્રયાસો અને છેલ્લા ત્રણ દાયકામાં પૂર્વ કિનારે યોજાયેલા આધ્યાત્મિક પ્રવચનમાં તેમના યોગદાનની પણ પ્રશંસા કરી હતી.

FIA અધ્યક્ષ શ્રી અંકુર વૈદ્ય અને બોર્ડના વરિષ્ઠ સભ્ય શ્રી પ્રબીર રોય સાથે અંગત મુલાકાત પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આવા પ્રયાસો સમગ્ર ભારતીય ડાયસ્પોરાને તેમની માતૃભૂમિ માટે ગર્વનો અનુભવ કરાવે છે.  

શ્રી અંકુર વૈદ્ય અને શ્રી પ્રબીર રોય શ્રી રાજુ ચોલેરા કે જેઓ LA ના એક માન્ય ફિલાન્થ્રોફિસ્ટ છે તેમના નિવાસ સ્થાને પૂજ્ય બાપુને મળ્યા હતા.જેમણે ઓન્ટારિયો કન્વેન્શન સેન્ટર (કેલિફોર્નિયા) માં સંત શ્રી મોરારી બાપુ દ્વારા આધ્યાત્મિક પ્રવચનનો લાભ લેતા સમુદાય માટે સંસાધનોની ફાળવણી સહિત સમગ્ર પ્રયાસ હાથ ધર્યા હતા.

સૌથી વધુ સંખ્યામાં અલગ-અલગ ધ્વજ લહેરાવવાના બે પ્રયાસો અને ડમરસનું સૌથી મોટું જોડાણ એ 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણીનો એક ભાગ છે - જે ભારતીય સ્વતંત્રતાના 75 વર્ષ નિમિત્તે છે.

તેઓ વૈશ્વિક સમુદાયને સમર્પિત છે કારણ કે તે બધા માટે સ્વતંત્રતાનો ઉત્સવ છે અને આ પ્રયાસમાં 195 દેશો અને યુએસએના તમામ રાજ્યોના ધ્વજ એક જ સમયે લહેરાવામાં આવશે. સ્વતંત્રતાનો આનંદ સંગીત વિના અધૂરો છે, અને તેથી હિંદુ અને બૌદ્ધ ધર્મમાં આદરણીય એક પ્રાચીન સંગીત સાધન - ડામરસના સૌથી મોટા સમૂહનો પ્રયાસ બની રહેશે. તેવું ડાયેસ્પોરા બી વીકલી દ્વારા જાણવા મળે છે.

 

(11:55 am IST)