Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

દક્ષિણ આફ્રિકાના ઝામ્‍બિયામાં 2 સગાભાઇઓ ઉપર ફાયરીંગઃ એકનું મોતઃ એક ગંભીરઃ ગોળીબાર કરનારાની શોધખોળ

બીજા દેશમાં પુત્રનું મોત થતા પરિવારમાં ભારે ચિંતા

ભરૂચઃ ભરૂચમાં બે સગાભાઇઓ ઉપર ફાયરીંગ થતા સનસનાટી મચી ગઇ છે. આ ઘટનામાં એક ભાઇનું મોત થયુ છે.

ભરૂચ જિલ્લાના બે સગાભાઈઓ ઉપર દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ગોળીબારમાં બે પૈકી એક યુવાનનું મોત નીપજ્યું છે. હુમલાનો ભોગ બનેલા બે ભાઈઓ ભરૂચના ટંકારીયા ગામના વતની હોવાની વિગતો સામે આવી રહી છે.

રવિવારે રાતે બનેલી ઘટના પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. હુમલો લૂંટના ઇરાદે કરાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે હુમલાની ઘટનાના અહેવાલો બાદ ભરૂચ જિલ્લાના ટંકારિયામાં રહેતા યુવાનોના પરિવારમાં ગમગીની ફેલાઈ છે. ભરૂચ જિલ્લાના મોટી સંખ્યામાં યુવાનો આફ્રિકાના દેશોમાં રોજગારી માટે વસ્યા છે જેમના પરિવારો પણ પોતાના સ્વજનોની સુરક્ષાને લઈ ચિંતામાં ગરકી ગયા છે.

ઘટનાની મળતી માહિતી મુજબ આફ્રિકાના ઝામ્બિયાની રાજધાની લુસાકાથી 130 કિમીના અંતરે આવેલા કાબવે ટાઉનમાં ભરૂચના ટંકારીયા ગામના બે ભાઈઓ ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા અને અજમદ ઈબ્રાહીમ કરકરિયા રોજગાર અર્થે જઈને વસ્યા છે.

ગ્રોસરી શોપ ચલાવતા બે ભાઈઓ રાતે ઘરે સુતા હતા, ત્યારે નીગ્રો લૂંટારુઓ તેમના ઘરમાં ઘુસ્યા હતા. રાતે 3 થી 4 કલાકના અરસામાં લૂંટારુઓની હલચલન કારણે ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા જાગી જતા તે તપાસ માટે ઉઠ્યો હતો. અચાનક લૂંટારુઓની સામે આવી જતા ગભરાયેલા લૂંટારુએ સીધુ ફાયરિંગ કરી દીધું હતું.

ઘટનામાં ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા ત્યાંજ ઢળી પડ્યો હતો. ભાઈની મદદે અજમદ આવી પહોંચતા તેને પણ ગોળી મારવામાં આવી હતી. જે હાથના ભાગે વાગતા આ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બે સગા ભાઈઓ ઉપર ગોળીબારની ઘટના અને એકનું મોત નિજપતા કાબવેમાં રહેતા ગુજરાતીઓ કરકરિયા બંધુઓ પાસે દોડી ગયા હતા.

ઇમરાન ઈબ્રાહીમ કરકરિયાની અંતિમવિધિ કાબવેમાં જ કરવામાં આવશે. ભરૂચના ટંકારીયા ગામે કરકરિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બે સાગા ભાઈઓ ઉપર હુમલો અને એકના મોતના પગલે નિવૃત એસટી કર્મચારી ઈબ્રાહીમ કરકરિયા અને તેમનું પરિવાર શોકમગ્ન બન્યું છે.

સાઉથ આફ્રિકન પોલીસ સર્વિસ SAPS એ સત્તાવાર માહિતી આપી હતી કે, જુલાઈ મહિને સમગ્ર દક્ષિણ આફ્રિકામાં ટેવર્ન્સમાં અથવા તેની આસપાસ ઓછામાં ઓછા 23 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં, જોબર્ટનમાં એક્સ્ટેંશન 23 માં ટેવર્નમાં આશ્રયદાતાઓને લૂંટવમાં આવ્યા હતા અને તેમને ગોળી મારવામાં આવી હતી.

(5:23 pm IST)