Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

' હેટ ક્રાઇમ સામે લડત ' : અમેરિકામાં એશિયન પ્રજાજનો સામે આચરાતા હેટ ક્રાઇમને લડત આપવા 1 બિલિયન ડોલરનું ફંડ ભેગુ કરાયું : અગ્રણી એશિયન અમેરિકન બિઝનેસ લીડરોએ ડોનેશન આપ્યું

વોશિંગટન :  અમેરિકામાં એશિયન પ્રજાજનો સામે આચરાતા હેટ ક્રાઇમને લડત આપવા 1 બિલિયન ડોલરનું ફંડ ભેગુ કરાયું છે. જે માટે અગ્રણી એશિયન અમેરિકન બિઝનેસ લીડરોએ ડોનેશન આપ્યું છે.

આ મહિનાની શરૂઆતમાં અગ્રણી એશિયન અમેરિકન બિઝનેસ નેતાઓ દ્વારા શરૂ કરાયેલ ફાઉન્ડેશને 20 મેએ કહ્યું હતું કે તેણે એશિયન અમેરિકન અને પેસિફિક આઇલેન્ડર સમુદાયોને ટેકો આપવા માટે 1 અબજ ડોલરથી વધુ રકમનું ફંડ ભેગું કરી લીધું છે.  અમેરિકામાં એશિયન અમેરિકન અને પેસિફિક આઇલેન્ડર સમુદાયો સામેના નફરતના ગુનાઓમાં વધારો ઘટાડવાના હેતુસર રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા કાયદા પર હસ્તાક્ષર થયાની થોડી વાર પછી જ એશિયન અમેરિકન ફાઉન્ડેશન  તરફથી આ જાહેરાત કરવામાં આવી હતી.

ફાઉન્ડેશનના અધ્યક્ષ સુશ્રી સોનલ શાહ અને  ટીએએએફ બોર્ડના સભ્યો પણ વ્હાઇટ હાઉસ ખાતે હતા, જ્યાં સ્થાનિક નીતિ સલાહકાર સુસાન રાઈસ સહિતના વહીવટી અધિકારીઓ હાજર હતા.  ફાઉન્ડેશનના એક નિવેદનમાં જણાવાયું છે કે ફાઉન્ડેશન આ સમુદાયોમાં નિર્દેશિત નફરતનાં ગુનાઓ સામે લડવા માટે દાનમાં મળેલા  1.1 અબજ ડોલર કેવી રીતે ખર્ચ કરવાની યોજના ધરાવે છે તેની ચર્ચા કરી હતી.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:02 pm IST)