Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

ટ્રેનના પાટા ઉપર ધકેલી દેવાયેલા એશિયન વ્યક્તિનો જાન બચાવ્યો : ઇન્ડિયન અમેરિકન મેટ્રો ટ્રેન ડ્રાયવરની સમયસૂચકતાની થઇ રહેલી પ્રશંસા

ન્યુયોર્ક : હેટ ક્રાઇમને કારણે ટ્રેનના પાટા ઉપર ધકેલી દેવાયેલા એશિયન વ્યક્તિનો જાન ઇન્ડિયન અમેરિકન મેટ્રો ટ્રેન ડ્રાયવરની સમયસૂચકતાને લીધે બચી જવા પામ્યો છે. જેથી આ ઇન્ડિયન અમેરિકન મેટ્રો ટ્રેન ડ્રાયવર ટોબિન મેંડાથીલની પ્રશંસા થઇ રહી છે.

મીડિયા અહેવાલોએ આ માહિતી આપી છે. ન્યુ યોર્ક પોસ્ટએ મંગળવારે અહેવાલ આપ્યો છે કે ડ્રાઈવર ટોબીન મેડાથિલે જણાવ્યું હતું કે તેણે જ્યારે એક વ્યક્તિને  પાટા પર પડેલો જોયો ત્યારે તેણે ઇમરજન્સી મોડ પર ટ્રેન મૂકી દીધી હતી.

સમજદારી તથા સમયસૂચકતાનો પરિચય આપનાર  મેટ્રો ટ્રેન ડ્રાયવર ટોબિન મેડાથિલ  ભોગ બનનારથી 10 મીટરથી ઓછા અંતરે ટ્રેનને રોકવામાં સફળ થયો અને તેની મદદ માટે ગયો. તેણે અખબારને કહ્યું, 'મને આનંદ છે કે હું સમયસર તે માણસનું જીવન બચાવી શક્યો .ભગવાનનો આભાર . તેવું એનઆરઆઈ પી દ્વારા જાણવા મળે છે.

(6:55 pm IST)