Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

' કોલીશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા (CoHNA) ' : હિન્દુઓના સમર્થક તથા સિવિલ રાઇટ્સ ઓર્ગેનાઈઝેશને એક વર્ષ પૂર્ણ કર્યું : આધ્યાત્મિક ,રાજકીય ,તથા હિન્દૂ કૉંયુનિટિ આગેવાનો દ્વારા વર્ચ્યુઅલ ઉજવણી કરાઈ

વોશિંગટન : હિન્દુઓના સમર્થક તથા સિવિલ રાઇટ્સ ઓર્ગેનાઈઝેશન ' કોલીશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા (CoHNA) 'ની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થતા વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અમેરિકા તથા કેનેડાના આધ્યાત્મિક ,રાજકીય ,તથા હિન્દૂ કોમ્યુનિટી આગેવાનો જોડાયા હતા.

વર્ચુઅલ ઇવેન્ટમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં આવેલા અગ્રણી સમુદાયના સભ્યો,  આગેવાનો ,વોલન્ટિયર્સ તથા  તેમના પરિવારો જોડાયા હતા. વક્તાઓએ હિન્દુ સમુદાયની હિમાયત મજબૂત કરવા અને હિન્દુફોબિયાને પહોંચી વળવા વધતી જતી જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું હતું અને ઓર્ગેનાઈઝેશને આ મુદ્દાઓ તરફ ધ્યાન દોરવા અને પગલા લેવામાં જે સફળતા મેળવી હતી તે દર્શાવ્યું હતું.

કાર્યક્રમના મુખ્ય વક્તા ચિન્મય યુવા કેન્દ્ર વેસ્ટના નેશનલ ડિરેક્ટર સ્વામી સર્વેશાનંદ જીએ હિન્દુઓ અને અ-હિંદુઓમાં સમાન રીતે હિન્દુ ધર્મ વિશે વ્યાપક અવગણના અને ગેરસમજણો વિષે પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે CoHNA આ ગેરસમજણ દૂર કરવાના પ્રયત્નમાં સફળ થઇ રહી છે. તથા  આપણા પોતાના ઇતિહાસ, અને આપણી ઓળખ દ્વારા  આગળ વધી રહી છે."

વર્ચ્યઅલ ઉજવણીમાં ઓહિયો સ્ટેટ સેનેટર શ્રી નીરજ અંતાણી ,ન્યુયોર્ક એસેમ્બલી વુમન સુશ્રી જેનીફર  ફાજકુમાર , CoHNA પ્રેસિડન્ટ શ્રી નિકુંજ ત્રિવેદી ,ડો.ટી.કે.નાકાકી, શ્રી અર્ણવઃ કેજરીવાલ ,સહિતના અગ્રણીઓ જોડાયા હતા તેવું એનઆરઆઈપી દ્વારા જાણવા મળે છે.

(7:22 pm IST)