Gujarati News

Gujarati News

News of Thursday, 27th May 2021

મારુ ગળું કાપી નાખો પણ દાઢી શેવ નહીં કરો : જેલવાસ ભોગવી રહેલા શીખ અમેરિકનનો પોકાર : શીખોના ધાર્મિક પ્રતીકો માંહેની એક ગણાતી દાઢી ફરજીયાત શેવ કરાતા શીખ સમાજમાં ઉહાપોહ : જેલ સંચાલકોએ માફી માંગી

ફોનિક્સ : જેલવાસ ભોગવી રહેલા ભારતના  વતની શીખ અમેરિકનની દાઢી ફરજીયાત શેવ કરી નખાતા તેણે જેલ સંચાલકો સમક્ષ ઉહાપોહ કર્યો હતો.અને જણાવ્યું હતું કે મારુ ગળું કાપી નાખો પણ દાઢી શેવ નહીં કરો . તેમછતાં ફરજીયાત તેની દાઢી શેવ કરાતા અમેરિકામાં વસતા તેમજ સમગ્ર શીખ સમાજમાં ભારે નારાજગી ફેલાઈ જવા પામી હતી.

જેલવાસ ભોગવી રહેલા સુરજીતસિંઘનું પ્રતિનિધિત્વ કરતા વકીલોએ આરોપ લગાવ્યો કે તેમની ધાર્મિક સ્વતંત્રતાઓનું ઉલ્લંઘન 25 ઓગસ્ટ, 2020 ના રોજ કરવામાં આવ્યું હતું, જ્યારે જેલના કર્મચારીઓએ તેનો ફોટો લેતા પહેલા તેને રોકી રાખ્યો હતો અને દાઢી  કાપી નાખી હતી. યુ.એસ. જસ્ટિસ ડિપાર્ટમેન્ટના નાગરિક અધિકાર વિભાગમાં 24 મેએ નોંધાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સિંઘની શ્રદ્ધા મુજબ તેઓ માટે દાઢી રાખવી જરૂરી છે. ઐતિહાસિક દૃષ્ટિથી વાળ એ શીખની પાંચ ઓળખ માંહેનું કેન્દ્રિય પ્રતિક  છે.જયારે જેલના નિયમો મુજબ એક ઇંચ કરતા વધુ વાળ ધરાવતી દાઢીનું શેવ કરવું ફરજીયાત છે.

શીખ સમાજની લાગણી દુભાતા જેલ સંચાલકો તથા સુધારણા વિભાગે ન્યુયોર્ક સ્થિત શીખ સમાજને માફી પત્ર મોકલી આપ્યું છે.

કોમર્શિયલ ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતા સિંઘને ડિસેમ્બર 2017 માં યુમા કાઉન્ટીમાં એક વ્યક્તિની હત્યા કરવા બદલ નરસંહારના દોષી ઠેરવ્યા બાદ પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. ફરિયાદીઓએ જણાવ્યું હતું કે સિંઘે સ્ટોપની નિશાની હોવા છતાં ટ્રેક્ટર-ટ્રેઇલર રિગ ચલાવી હતી અને દાવો કર્યો હતો કે તેના બ્રેક્સ કામ કરતા નથી, પરંતુ ફરિયાદીઓએ જણાવ્યું હતું કે બ્રેક નિષ્ફળતાના પુરાવા નથી.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(5:38 pm IST)