Gujarati News

Gujarati News

News of Thursday, 27th May 2021

અમેરિકામાં ગોળીબારથી માર્યા ગયેલા 8 નાગરિકોમાં એક શીખનો પણ સમાવેશ : પત્ની ,3 વર્ષનો પુત્ર ,અને એક વર્ષની પુત્રી નોધારા બન્યા : શીખ સમાજમાં શોકનું મોજું

કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા સાન જોસના રેલ યાર્ડમાં થયેલા ગોળીબારથી માર્યા ગયેલા 8 નાગરિકોમાં એક શીખનો પણ સમાવેશ  થાય છે.

તપતેજદીપ સીંઘ નામનો ભારતમાં જન્મેલો અને કેલિફોર્નિયામાં ઉછરેલો શીખ યુવાન પણ ગોળીબારનો ભોગ બનતા તેની પત્ની ,,3 વર્ષનો પુત્ર ,અને એક વર્ષની પુત્રી નોધારા બન્યા છે.તેમજ શીખ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

તપતેજદીપ સીંઘની છાપ એક પરગજુ યુવાન તરીકેની હતી.તે સહુને મદદ કરવા કાયમ તતપર રહેતો હતો. તે છેલ્લા 9 વર્ષથી રેલ યાર્ડમાં નોકરો કરતો હતો.તેના સહ કર્મચારીઓ તથા અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે હીરો ગુમાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે 8 નાગરિકોની હત્યા કરનાર હત્યારાએ પોતે પણ પોતાના ઉપર ગોળીબાર કરી આત્મહત્યા કરી લીધી હતી.તેવું ટી.ઈ.દ્વારા જાણવા મળે છે.

(7:05 pm IST)