Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨ર
તા.૧૩-૧-ર૦રર ગુરૂવાર
પોષસુદ-૧૧
પુત્રદા એકાદશી
મન્યાદિ
રવિયોગ ૧૭-૦૮ સુધી
વૈધુતિ મહાપાત
૧૪-૩૦ થી ર૧-પ૪
ભદ્રા ૧૯-૩૩ સુધી
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-વૃષભ
મંગળ-વૃશ્ચિક
બુધ-મકર
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-૩૦,
સૂર્યાસ્ત-૬-ર૦
જૈન નવકારશી- ૮-૧૮
ચંદ્ર રાશિ-વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-કૃતિકા
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૩૪ થી ૧૩-૧૭ સુધી ૭-૩૦ થી શુભ ૮-પ૧ સુધી
૧૧-૩૪ થી ચલ-લાભ-અમૃત
૧પ-૩૮ સુધી, ૧૬-પ૯ થી શુભ-અમૃત-ચલ- ર૧-૩૮ સુધી
શુભ હોરા
૭-૩૦ થી ૮-ર૪ સુધી,
૧૦-૧૩ થી ૧ર-પ૬ સુધી,
૧૩-પ૦ થી ૧૪-૪૪ સુધી
૧૬-૩૩ થી ૧૯-ર૭ સુધી
બ્રહ્માંડના સિતારા
લોભી પ્રકૃતિ વાળા લોકોના ગ્રહોમાં આર્થિક સ્થિતિ સારી હોવા છતાં પણ તેઓ પોતાની મીલકતનો ઉપયોગ કરી શકતા નથી. પોતાની રોજીંદી જરૂરીયાતોમાં પણ ખુબ જ લોભી વૃતિ કરે છે. આવા લોકો પોતાની સંપતિના ફકત ચોકાદાર કહી શકાય. જેથી આવા લોકોને ખાસ ધ્યાનમાં રાખવું કે પોતાની લોભીવૃતિ છોડવી જોઇએ. અહીં ગ્રહોની વાત કરીએ તો જન્મના ગ્રહોમાં ગુરૂની સ્થિતિ શનિ સાથે હોય અને ચંદ્રની મહાદશામાં જન્મ થયેલ હોય તેવી વ્યકિતઓ ખુબ જ લોભી પ્રકૃતિની હોય છે અને આર્થિક સ્થિતિ સારી હોવા છતાં ધર્માદાનું મેળવવાની ઇચ્છા રાખતા હોય છે. ગ્રહો અને પ્રકૃતિ સુધારવા રોજ શકય તેટલુ દાનપૂન કરવું પક્ષીને ચણ નાખવું અને રોજ સૂર્ય નમસ્કાર કરવા.