Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. રપ જુલાઇ-ર૦ર૧ રવિવાર
અષાઢ વદ-ર
જયા પાર્વતી વ્રત પૂર્ણ, જાગરણ
અશુન્યમશયન વ્રત
હિંડોળા પ્રારંભ - પંચક રર-૪૭ થી
રાજયોગ ૧૧-૧૮ થી
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-મકર
મંગળ-સિંહ
બુધ-મિથુન
ગુરૂ-કુંભ
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૧૭,
સૂર્યાસ્ત-૭-ર૯,
જૈન નવકારશી- ૭-૦પ
ચંદ્ર રાશિ- મકર (ખ.જ)
રર-૪૭ થી કુંભ (ગ.સ)
નક્ષત્ર- શ્રવણ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૭ થી અભિજીત-૧૩-ર૦ સુધી
૭-પ૬ થી ચલ-લાભ-અમૃત ૧ર-પ૩ સુધી ૧૪-૩ર થી શુભ-૧૬-૧૧ સુધી
૧૯-ર૯ થી શુભ-અમૃત-ચલ
ર૩-૩૩ સુધી
શુભ હોરા
૭-ર૩ થી ૧૦-૪૧ સુધી, ૧૧-૪૭ થી ૧ર-પ૩ સુધી, ૧પ-૦પ થી ૧૮-ર૩ સુધી, ૧૯-ર૯ થી ર૦-ર૩ સુધી
બ્રહ્માંડના સીતારા
ઇમાનદાર વ્યકિતની પ્રગતિ જલદી નથી થતી અથવા આવા લોકોને ઘણા લોકો છેતરતા હોય છે અથવા તેની ઇમાનદારીને મૂળીયામાં ગણતા હોય છે અહીં જન્મના શનિને જો રાહુ કેન્દ્રમાં હોય તો આવુ બની શકે છે. અને તેની સાથે જન્મના સૂર્ય અને ગુરૂનું પરિવર્તન હોય છે. ચંદ્ર - મકર કે કર્ક રાશિમાં હોય તો વ્યકિત બધુ જ સમજતી હોવા છતાં પણ પોતે છેતરાઇ જતા હોય છે અને તેમાં તેઓ મસ્ત રહેતા હોય છે. આવી વ્યકિતઓની સમાજમાં જરૂર કદર થાય છે પણ થોડી રાહ જોવી પડે છે. લગ્નેશની મહાદશા દરમ્યાન ખબુ જ સારી રીતે પ્રગતિ થઇ શકે છે અને આવી વ્યકિતઓ પોતે સંતોષ પૂર્વક જીવીને આનંદમાં મસ્તીમાં રહે છે. રોજ સૂર્ય નમસ્કાર કરવા દાનપુન ચેરીટી કરવી.