Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા.ર૮-૯-ર૦ર૧ મંગળવાર
ભાદરવા વદ-૭
સાતમનું શ્રાધ્‍ધ
મહાલક્ષ્મી વ્રત પૂર્ણ
વ્‍યતિપાત ૧૭-પ૦ સુધી
રવિયોગ ર૦-૪૪ સુધી
આજના ગ્રહો
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-વૃષભ
મંગળ-કન્‍યા
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૩૮,
સૂર્યાસ્‍ત-૬-૩૬
જૈન નવકારશી- ૭-ર૬
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ)
૭-૧૩ થી મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર- મૃગશીર્ષ
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-૩૮ થી ચલ-લાભ-અમૃત
૧૪-૦૭ સુધી ૧પ-૩૭ થી શુભ
૧૭-૦૬ સુધી ર૦-૦૬ થી લાભ ર૧-૩૭ સુધી, ર૩-૦૭ થી ર૪-૩૭ સુધી શુભ
શુભ હોરા
૮-૩૮ થી ૧૧-૩૭ સુધી, ૧ર-૩૭ થી ૧૩-૩૭ સુધી, ૧પ-૩૭ થી ૧૮-૩૬ સુધી, ૧૯-૩૬ થી ર૦-૩૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં જો ચંદ્ર કર્ક રાશિમા હોય કે વૃヘકિ રાશિમાં હોય અથવા તો મીન રાશીમાં હોય તો જળ તત્‍વને લઇને બળવાન બને છે. વૃヘકિ રાશિમાં સામાન્‍ય શોખીનો આ રાશિમાં ચંદ્રને ખરાબ ગણવાની ભૂલ કરે છે. જો કે તે બાબત તેમની જાણકારી ઉપર આધાર રાખે છે ચંદ્રનું પરિવર્તન યોગ જબરૂ રાજયોગ જેવુ ફળ પણ આપે છે. કેન્‍દ્ર ત્રિકોણ સ્‍થાનમાં ચંદ્રનું બીરાજવુ એક રાજયોગ બને છે તેવી રીતે દશમે અથવા અગીયારમાં સ્‍થાનમાં ચંદ્ર ઓછી મહેનતે સફળતા અપાવે છે અને આવી વ્‍યકિત ખુબ જ મહેનતુ હોય છે. જેને લઇને પોતાની ઇચ્‍છા પ્રમાણે સફળ થાય છે જો કે જન્‍મના બીજા ગ્રહોને પણ ધ્‍યાનમાં લેવા.