Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

હું ભરી આવુ રંગની મુઠી, દોસ્‍ત તુ લઇ આવજે કોરૂ મન, પછી કેસુડાના ફુલની સાંખે, શહેર બનશે વૃંદાવન

હોળી પ્રગટાવવાનું મૂહુર્ત સોમવારે સાંજે ૬ થી ૭ાા વચ્‍ચે : બીજા દિવસે ધૂળેટી

શાસ્ત્રી કૌશિકભાઇ ત્રિવેદી અને શાસ્ત્રી લલિતભાઇ ભટ્ટના મત મુજબ હોળી-ધૂળેટી ટાણે કોઇ તિથિનો ક્ષય નથીઃ તા.૬ સાંજથી હોળીનો ભાગ શરૂ થાય છે : તે જ દિવસે હોળી પ્રગટાવાશે અને બીજા દિવસે તા.૭મીએ ધૂળેટી મનાવાશે : તા. ૮ મીથી લગ્નોત્‍સવ શરૂ થાય છે

રાજકોટ, તા., ૨૮: માનવ જીવનને ખુશીના રંગોથી ભરી દેતો હોળી-ધુળેટીનો તહેવાર આવતા અઠવાડીયે આવી રહયો છે.  તા.૬ માર્ચ સોમવારે હોળી અને તા.૭ માર્ચ મંગળવારે ધૂળેટી પર્વ છે. આ તહેવારના દિવસ અને જાહેર રજા અંગે વિભિન્ન મત પ્રવર્તે છે.

જાણીતા શાષાોકત નિષ્‍ણાંત  શાસ્ત્રી શ્રી કૌશિકભાઇ ત્રિવેદીના મત અનુસાર તા. ૬ સોમવારે સાંજે પ.૪પ વાગ્‍યે પુનમનો પ્રારંભ થાય છે. તે જ દિવસે હોળી પ્રગટાવવા પાત્ર છે. પંચાગમાં જણાવ્‍યા મુજબ બીજા દિવસે મંગળવારે ધૂળેટી છે. કોઇ તિથીનો ક્ષય નથી. જયોર્તિવિદ મંડળના મહામંત્રી શાસ્ત્રી લલિતભાઇ ભટ્ટના જણાવ્‍યા મુજબ સોમવારે ૪.૦૦ વાગ્‍યાથી હોળીના દિવસનો ભાગ પ્રારંભ થાય છે. પુનમનો રાતનો ભાગ તે દિવસે આવે છે.  તેથી તે દિવસે સાંજે ૬.૦૦ થી ૭.૩૦  વચ્‍ચે હોળી પ્રગટાવવાના મુહુર્ત છે.  ત્‍યાર પછીનું મુહુર્ત રાત્રે ૧૦.૩૦ વાગ્‍યા પછીનું છે. હોળી ઠરે એટલે ધૂળેટીનો પ્રારંભ ગણાય. કોઇ તિથીની વધઘટ નથી તેથી શાષાોકત દ્રષ્‍ટિએ તા.૬ના રોજ હોળી અને બીજા દિવસે તા.૭ મીએ મંગળવારે ધૂળેટી ઉજવવા પાત્ર છે. તા.૮ માર્ચ બુધવારે ફાગણવદ એકમથી લગ્નના શુભ મુહુર્તો છે.

(1:25 pm IST)