Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

સાધુ વાસવાણી રોડ પર છાપરા - પોલનું ડિમોલીશન : ૯ હજાર ચો.ફુટ જગ્‍યા ખુલ્લી

વોર્ડ નં. ૯માં મનપાની વન ડે વન વીક ઝુંબેશ : ૯ સ્‍થળોએથી પાર્કિંગ - માર્જીનમાં ખડકાયેલ ગેરકાયદે દબાણ હટાવાયા : ૨૦ ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ : મેંગો મઠો તથા ખજુરના નમૂના લેવાયા : જાહેરમાં કચરો ફેંકતા ૧૮ દંડાયા : ૫ હજારનો દંડ

રાજકોટ તા. ૨૮ : શહેરના મુખ્‍યમાર્ગો ઉપર પાર્કિંગની સમસ્‍યા દુર કરવા દુકાનો તેમજ વ્‍યાપારી સંકુલોના માર્જીન - પાર્કિંગમાંથી છાપરાઓ - ઓટલા તથા કેબીનનાં દબાણો હટાવવાની ઝુંબેશ વોર્ડ નં. ૯ પરથી કરવામાં આવ્‍યો હતો. આજ સવારથી મનપાની ટાઉન પ્‍લાનીંગ શાખા, રોશની શાખા તેમજ ફુડ શાખા (ફુડ વિભાગ ખાણી-પીણીનું ચેકીંગ કરશે) સંયુકત રીતે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ શહેરનાં સાધુ વાસવાણી રોડ ખાતેથી છાપરા-ઓટલાનાં દબાણો દુર કરવા બુલડોઝર સાથે ત્રાટકી માર્જીન અને પાર્કિંગજી જગ્‍યા ખુલ્લી કરાવી હતી. ફૂડ શાખા દ્વારા ૨૦ ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ કરવામાં આવ્‍યું હતું. કચરો ફેંકતા લોકો દંડાયા હતા.

કમિશનર અમીત અરોરાની સુચના અનુસાર તથા ટાઉન પ્‍લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્‍યાને અંતર્ગત કમિશ્નર દ્વારા મંજુર કરાયેલ એકશન પ્‍લાન અંતર્ગત મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજે તા. ૨૮ના રોજ વન વીક વન રોડ અંતર્ગત શહેરના વેસ્‍ટ ઝોન વિસ્‍તારના વોર્ડ નં. ૯ માં સમાવિષ્ટ સાધુ વાસવાણી રોડ પરના ૯ સ્‍થળોએ પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્‍વયે કુલ ૧૦ સ્‍થળોએ થયેલ છાપરા-ઓટાનું દબાણ દુર કરી અંદાજીત ૧૩,૪૫૫ ચો. ફૂટ પાર્કિંગ-માર્જીનની જગ્‍યા ખુલ્લી કરવામાં આવેલ.

૪૭ બોર્ડ - બેનરો હટાવાયા

મહાનગરપાલિકાની વન વીક વન રોડ અંતર્ગત દબાણ હટાવ શાખા દ્વારા તા. ૨૮ શહેરમાં સાધુવાસવાણી રોડ પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

જેમ કે, રસ્‍તા પર નડતરᅠરૂપ જુદી-જુદી ᅠઅન્‍ય ૦૧ પરચુરણ ચીજ-વસ્‍તુઓ સાધુવાસવાણી રોડ ᅠપરથી જપ્ત કરવામાં આવી હતી એન ૪૭ બોર્ડ બેનર સાધુવાસવાણી રોડ પરથી બોર્ડ-બેનર ઉતારવામા આવેલ છે.

૨૦ ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ :

૫ને નોટીસ

વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારાᅠફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે શહેરનાᅠસાધુવાસવાણી રોડ- યુનિવર્સિટી રોડ વિસ્‍તારમાં આવેલ ખાધ્‍ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન ડેરી પ્રોડક્‍ટસ,ᅠબેકરી પ્રોડક્‍ટસ,ᅠઠંડા-પીણાં વગેરેના ફૂલ ૧૨ સેમ્‍પલની ચકાસણી કરેલ તેમજ કુલ ૫ વેપારીને લાઇસન્‍સ મેળવવા તથા હાઇજિનિક કન્‍ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. તેમજ ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ (૧) છાસવાલા બ્રાન્‍ડ મેંગો મઠો (૫૦૦ ગ્રામ પેકડમાંથી), સહયોગ એન્‍ટરપ્રાઇઝ (છાશવાલા), શોપ નં. ૧, ઓસ્‍કાર પ્‍લાઝા, કોપર સ્‍ટોન સામે, સાધુ વાસવાણી રોડ પરની તથા (૨) ઉપહાર- સેલેકટેડ ડેટ્‍સ (૫૦૦ᅠG. PKD)ᅠ: સ્‍થળ ‘ગોલ્‍ડન સુપર માર્કેટ',ᅠ ᅠનંદનવન શોપ નં.૧ થી ૫, શ્રીનાથજી પાર્ક, સાધુ વાસવાણી મેઇન રોડ સહિત ૨ નમુના લેવામાં આવ્‍યા હતા.

આરોગ્‍ય ચકાસણી

અંતર્ગત આરોગ્‍ય શાખા દ્વારા વોર્ડ નં. ૯માં મોબાઈલ વાન મારફત ૨૯ વ્‍યક્‍તિઓના બ્‍લડ સુગર ચેક કરવામાં આવ્‍યા,ᅠ૩૭ વ્‍યક્‍તિઓના બ્‍લડ પ્રેસર ચેક કરવામાં આવ્‍યા,ᅠ૦૭ વ્‍યક્‍તિઓના RTPCR અને ૧૦ વ્‍યક્‍તિઓના એન્‍ટીજન સેમ્‍પલ લેવામાં આવ્‍યા તેમજᅠOPDᅠમેડિકલ સારવારમાં કુલ ૫૬ દર્દીઓએ સેવાનો લાભ લીધો છે.

વન વીક વન રોડ અંતર્ગત આજરોજ સાધુ વાસવાણી મુખ્‍ય માર્ગ ઉપર વેસ્‍ટ ઝોન સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગ દ્વારા જાહેરમાં કચરો ફેંકનાર - ગંદકી કરવા ૧૧ને રૂા. ૨૭૫૦, કચરાપેટી / ડસ્‍ટબીન ન રાખવા બદલ ૧ને ૫૦૦નો, પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક રાખવા સબબ ૬ વેપારીને ૨૦૦૦નો દંડ ફટકારવામાં આવ્‍યો હતો.

(4:13 pm IST)