Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

કુવાડવા ગામમાં વેગનઆર કારે હડફેટે લેતા ૧૦ વર્ષના જયેશ ગોહેલનું મોત

અકસ્‍માત સર્જી ચાલક કાર રેઢી મુકી ભાગી ગયો

રાજકોટ,તા. ૧ : કુવાડવા ગામમાં મધરવાડા રોડ પર ચાલીને જઇ રહેલા ૧૦ વર્ષના બાળકને કાર હડફેટે તેનું મોત નિપજતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ કુવાડવા ગામમાં આંબેડકરજીના પુતળા પાસે રહેતો જયેશ ઉર્ફે ચીકી સવજીભાઇ ગોહેલ (ઉવ.૧૦) ગઇ કાલે પોતાના ઘર પાસે ચાલીને જતો હતો. ત્‍યારે જીજે-૩એચઆર-૫૫૮૪ નંબરની વેગનઆર કારના ચાલકે પુરઝડપે આવી જયેશને હડફેટે લેતા તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી. અકસ્‍માત સર્જાતા ચાલક કાર રેઢી મુકી ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને જયેશને સારવાર માટે કુવાડવા આરોગ્‍ય કેન્‍દ્રમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. મૃતક જયેશ એક બહેન અને બે ભાઇમાં નાનો હતો. પિતા ડ્રાઇવીંગ કરે છે તે ધોરણ -૪માં અભ્‍યાસ કરતો હતો. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ જે.કે.પાંડાવદરા સહિતે સ્‍થળ પર પહોંચી મૃતક જયેશના પિતા મહેન્‍દ્રભાઇ ગોહેલની ફરિયાદ પરથી જીજે-૩એચઆર-૫૫૮૪ નંબરની વેગનઆર કારના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:45 am IST)