Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

સાયલાના ધાંધલપુરમાં માનસિંગને બજારમાં ઘુસ્‍તાવી, બાઇકમાં બેસાડી સીમમાં લઇ જઇ ફરીથી મારકુટ

સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧: સાયલાના ધાંધલપુર ગામે રહેતાં અને ખેત મજૂરી કરતાં માનસીંગ ખરૂભાઇ સાડમીયા (ઉ.વ.૪૨)ને સાંજે પાંચેક વાગ્‍યે ગામમાં બજારે ચાલીને જતો હતો ત્‍યારે ભાણજી, ભુરા અને અજાણ્‍યાએ  મારકુટ કરી બાદમાં તેને બાઇકમાં બેસાડી ગામની સીમમાં લઇ જઇ ફરીથી ધોકા-પાઇપથી બેફામ માર માર્યો હતો. તે બેભાન જેવો થઇ જતાં પડી ગયો હતો અને એ દરમિયાન ગામના કોઇ વ્‍યકિત નીકળતાં  માનસિંગના મોબાઇલમાંથી તેના સગાને જાણ કરતાં તેને હોસ્‍પિટલે ખસેડાયો હતો.

માનસિંગના કહેવા મુજબ પોતે સાંજે બજારમાં ચાલીને જતો હતો ત્‍યારે ત્રણેય શખ્‍સોએ આવી તારા બાપા શું અમારી સાથે માથાકુટ કરતા હતાં? તેમ કહી ઝઘડો કરી બજારમાં ઢીકાપાટુ માર્યા હતાં. ત્‍યારબાદ બેસી જા તારુ કામ છે કહી બાઇકમાં બેસાડી સીમમાં લઇ ગયા હતાં અને ધોકા પાઇપથી ફટકાર્યો હતો. પોતે બેભાન થઇ જતાં ત્રણેય ભાગી ગયા હતાં. એ પછી કોઇએ પોતાના ફોનમાંથી ઘરના લોકોને જાણ કરતાં પોતાને રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને જયદિપ હુદડે ધજાળા પોલીસને જાણ કરી હતી.

(12:04 pm IST)