Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

શાપર વેરાવળમાં સગીરા ઉપર દુષ્‍કર્મ આચરનાર મહાવીર ચૌહાણને ર૦ વર્ષની સજા ફટકારતી ગોંડલની પોકસો અદાલત

રાજકોટ. તા. ૧ : હાલના પ્રવર્તમાન સમયમાં ગુજરાત રાજયમાં તેમજ દેશભરમાં ૧૮ વર્ષ થી ઓછી ઉમરની  સગીરવયની બાળકીઓ ને લલચાવી ફોસલાવી તેની સાથે બદકામ કરવા અંગેનાં કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે આવી કીમીનલ સાયકોલોજી ધરાવતા વ્‍યકિતઓની સંખ્‍યાદિનપ્રતિદિન વધી રહી છે નાની કુમળી વયની બાળકીઓમાં મેચ્‍યોરીટી નો અભાવ હોય તે સ્‍વભાવિક બાબત છે અને તેના કારણે ગુનાહીત માનસ ધરાવતી વ્‍યકિતઓ આવી નાની બાળકીઓનું શારીરીક શોષણ વધુ ને વધુ પ્રમાણમાં કરી રહયા છે. અને આ કારણે જાતીય ગુના સામે બાળકોને રક્ષણ આપતો કાયદો ઈ.સ.૨૦૧૨માં અસ્‍તિત્‍વમાં આવેલ છે અને સદરહુંકાયદાનું ઉલ્લંઘન કરનાર વ્‍યકિત પર ન્‍યાયપાલિકા કડક વલણ દાખવે અને સદર કાયદાનું યર્ધાથપજે પાલન થાય તે હાલના પ્રવતમાન સમાજમાં ખુબ જ જરુરી છે અનેસમાજમાં આ પ્રકારના બનાવો ન બને તે માટે કીમીનલ સાયકાલોજી ધરાવતા વ્‍યકિત ભયભીત બને અને આવા બનાવોનું પ્રમાણ ઘટે તે પણ ઘણું જ અગત્‍યનું અને જરૂરી છે.

આવો જ એક બનાવ ઓગસ્‍ટ-ર૦ર૧ ના સમયગાળામાં બનેલ. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના શાપર (વેરાવળ) મુકામેથી સજા પામનાર આરોપી મહાવીર કુપસીંગ ચૌહાણ મુળ રહે. નાહરપુરા, સરવીના રોજીયાવાસ, તાલુકો બ્‍યાવર, જીલ્લો, અજમેરા (રાજસ્‍થાન) વાળો આ કામની ભોગ બનનાર બાળકીને ગઇ તા. રપ-૮-ર૧ ના રોજ શાપર (વેરાવળ) જી. આઇ. ડી. સી. રોડ, હાઉસીંગ સોસાયટીએ થી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયેલ અને ભોગ બનનાર બાળકી સાથે ચારેક વખત બળજબરીપૂર્વક સંભોગ કરેલ અને ત્‍યારબાદ ભોગ બનનાર બાળકીના પિતાશ્રીને ભોગ બનનાર બાળકીએ સમગ્ર ઘટનાક્રમની જાણ કરતાં તેઓએ આરોપી મહાવીર કુપસીંગ ચૌહાણ, વિરૂધ્‍ધ ભારતીય દંડ સહિતાની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (ર) (એન), ૩૭૬(૩), તથા પોકસો એકટની કલમ ૬ મુજબનો ગુન્‍હો શાપર (વેરાવળ) પોલીસ સ્‍ટેશનમાં દાખલ કરેલ.

સદર ગંભીર બનાવ બાદ પોલીસે આરોપી મહાવીર કુપસીંગ ચૌહાણની અટકાયત કરી આ ગુન્‍હાનાં કામે ધરપકડ કરેલ.

ત્‍યારબાદ આ કામના આરોપી સામે સદર ગંભીર ગુન્‍હાનું ચાર્જશીટ કરવામાં આવેલ. સબબ ઉપરોકત કેસ પોકસો અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલ ઘનશ્‍યામ કે. ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્‍તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલ અને ત્‍યારબાદ સરકાર તરફે કુલ ૭ સાક્ષીઓને તપાસવામાં આવેલ સદર કામે કેસના મૌખીક પુરાવા અને લેખીત પુરાવાની હકીકતને તેમજ સરકારી વકીલ જી.કે. ડોબરીયાની ધારદાર દલીલોને લક્ષમાં રાખી એડીશનલ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ શ્રી આર.પી.સિંઘ રાઘવ સાહેબે (સ્‍પેશ્‍યલ જજ પોકસો કોર્ટ) નાઓએ આ કામના આરોપી મહાવીર કુપસીંગ ચૌહાણને વીસ વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છ.ે

આ કામાં સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્‍યામ કે. ડોબરીયા રોકાયેલા હતા.

(5:23 pm IST)