Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ભાડલામાં બે મૃત વ્‍યકિતઓને હૈયાત બતાવી ખેતીની જમીન પચાવી પાડવાનો કારસોઃ પ સામે ગુન્‍હો નોંધાયો

હક્ક કમીના સોગંદનામામાં નોટરી પાસે મૃત વ્‍યકિતની જગ્‍યાએ બોગસ આધારકાર્ડના આધારે હૈયાત બતાવ્‍યા : વૃધ્‍ધા પ્રભાબેન કાકડીયાએ જેઠના દિકરા ભાડલાના ભરત કાકડીયા, દિલીપ કાકડીયા તથા ખેરડીના દલસુખ કાકડીયા તેમજ કૌભાંડમાં સામેલ વેરાવળના તેજા મેટાળીયા અને ભીખા સહીતના સામે પોલીસમાં ફરીયાદ કરી

રાજકોટ, તા., ૧: જસદણના ભાડલા ગામે મૃત વ્‍યકિતઓને હૈયાત દેખાડી પટેલ વૃધ્‍ધાની સંયુકત માલીકીની ખેતીની જમીન પચાવી પાડવા જેઠના ત્રણ પુત્ર સહીતના પ શખ્‍સોએ કારસો રચતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણના ભાડલા ગામે રહેતા પ્રભાબેન જીણાભાઇ કાકડીયાએ  જેઠના દિકરા ભરત કાનજી કાકડીયા (રહે. ભાડલા), દિલીપ કાનજી કાકડીયા, (રહે. રાજકોટ), દલસુખ કાનજી કાકડીયા (રહે. ખેરડી) તેમજ તેજા લવાભાઇ મેટાળીયા (રહે. વેરાવળ), ભીખા પ્રેમજીભાઇનું બોગસ આધાર કાર્ડમાં ફોટાવાળી અજાણી વ્‍યકિત અને બોગસ આધાર કાર્ડ બનાવનાર શખ્‍સ સામે જસદણ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ભાડલા ગામની સર્વે નં. ૨૯૧ તથા સર્વે નંબર ર૭૪ ની જમીન મળી કુલ ૧૯ાા વિઘા જમીન મારા મોટા સસરા ભીખાભાઇ, પોપટભાઇ તથા મારા સસરા નરસીંહભાઇ કાકડીયાના સંયુકત ખાતે આવેલ છે. ગત તા. ર૩-૧-ના રોજ અમો ફરીયાદીને જાણવા મળેલ કે ઓનલાઇન હક્ક કમીની નોંધ થઇ છે. જેથી તે અંગે તપાસ કરતા એવુ જાણવા મળેલ કે આરોપી નં. ૧ થી ૩ ના એટલે  કે અમારા જેઠના ત્રણેય દિકરાઓએ આરોપી નં. ૪ થી૬નાઓ સાથે મળી જમીન પડાવી લેવા માટે કાવત્રુ રચી ફરીયાદીના મોટા સસરા ભીખાભાઇ તથા પોપટભાઇ ગુજરી ગયેલ હોવા છતા તેઓને હૈયાત બતાવી આરોપી નં. ૪નાને ફરીયાદીના મરણજનારા મોટા સસરા પોપટભાઇ બનાવી તથા આરોપી નં. પનાને મરણજનારના મોટા સસરા ભીખાભાઇ બનાવી આરોપી નં. ૪ તથા પ ના ફોટાવાળુ આરોપી નં. ૬નાએ બોગસ આધારકાર્ડ બનાવી આ આધારકાર્ડ સાથે આરોપીઓ જસદણના નોટરી એન.જે.રાઠોડ રૂબરૂ જઇ આરોપી નં. ૪ તથા પનાએ ફરીયાદીના મરણજનાર મોટા સસરા ભીખાભાઇ તથા પોપટભાઇની ઓળખ આપી ખેતીની જમીનમાં સ્‍વેચ્‍છાએ બીનઅવેજી હક્ક જતો કરવાનું રૂા.૩૦૦ નું સ્‍ટેમ્‍પ પેપર ઉપર ખોટુ સોગંદનામુ બનાવી અને આ હક્ક કમીનું સોગંદનામુ મામલતદાર કચેરી ઇધરા કેન્‍દ્ર ખાતે રજુ કરી નોંધ દાખલ કરવા અરજી કરી જમીન હડપ કરવા પ્રયાસ કરેલ છે.

 આ હક્ક કમીની અરજી ફરીયાદીના મોટા સસરા પોપટભાઇ ગુજરી ગયા હોવા છતા તેઓને આરોપી ભરત તથા તેઓના ભાઇઓએ અરજદાર તરીકે મારા મોટા સસરા પોપટભાઇ હૈયાત ન હોવા છતા તેને હૈયાત  દેખાડીઅને અરજીમાં મૃતક પોપટભાઇને બદલે ખોટા આધારકાર્ડવાળા તેજા મેટાળીયાએ અરજીમાં અંગુઠાનું નિશાન કરી આપેલ છે અને તે ભરતે ઓળખી બતાવેલ છે. આરોપી તેજા અમો ફરીયાદીના પતિના મિત્ર છે.

આ ફરીયાદ અન્‍વયે જસદણ પોલીસે  ઉકત તમામ આરોપીઓ સામે આઇપીસી ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧ર૦(બી), મુજબ ગુન્‍હો દાખલ કર્યો હતો. વધુ તપાસ જસદણના પીઆઇ ટી.બી.જાની ચલાવી રહયા છે.

(2:07 pm IST)