Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

હસ્‍તકલાને પ્રોત્‍સાહન આપીને આત્‍મનિર્ભર ભારતને સમર્થન કરોઃ અનાર પટેલ

કાલથી રેસકોર્ષ મેદાનમાં હસ્‍તકલા પ્રદર્શન Ñ રર રાજયોની ૭પ થી વધારે હસ્‍તકલા માણવા મળશેઃ તા.૬ સુધી પ્રદર્શન યોજાશેઃ પત્રકાર પરીષદમાં માહિતી અપાઇ

ક્રાફટરૂટસની પત્રકાર પરીષદની તસ્‍વીરમાં અનારબેન પટેલ, લીનાબેન રાવલ, જયદીપભાઇ, આંચલભાઇ બિજલાણી, રીનાપાલ વગેરે નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧: આવતીકાલથી રેસકોર્ષ મેદાનમાં હસ્‍તકલાના વિરાટ પ્રદર્શનનું આયોજન થયું છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરીષદમાં અનારબેન પટેલે જણાવ્‍યું હતું કે, ભારતની  હસ્‍તકલા બેનમૂન છે તેને પ્રોત્‍સાહિત કરીને આત્‍મનિર્ભર ભારતને સમર્થન કરવા રાજકોટ સૌરાષ્‍ટ્રવાસીઓને અમારી અપીલ છે.

અનારબેન પૂર્વ મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના પુત્રી છે. તેઓ વિવિધ પ્રવૃતિઓ દ્વારા ભારતની વિશેષતાઓને જીવંત રાખીને તેને વિશ્વ સમક્ષ રજુ કરવાની નેમ સાથે સક્રિય રહે છે.

ક્રાફટરૂટસ રાજકોટમાં ર થી ૬ માર્ચ ર૦ર૩ દરમિયાન રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે હસ્‍તકલા પ્રદર્શનનું આયોજન કરી રહયું છે. આ પ્રદર્શનમાં દેશભરમાંથી ૭પ ઉપરાંત ભારતીય હાથથી બનાવેલી વસ્‍તુઓના સમુહ લાવવામાં આવશે.

ક્રાફટરૂટસએ એક પ્‍લેટફોર્મ છે જે પરંપરાગત ભારતીય હસ્‍તકલાની ઉજવણીને પ્રોત્‍સાહન આપે છે. આ પ્‍લેટફોર્મ ભારતના કારીગરોની ઇકોસીસ્‍ટમનું આયોજન કરે છે. જે વૈશ્વિક પ્રેક્ષકો માટે ભારતના રર રાજયોમાંથી ૭પ હસ્‍તકલાના અનન્‍ય સર્જનોમાં જડીત પ્રેમની જટીલ કુશળતા અને શ્રમને પ્રકાશીત કરે છે.

રપ,૦૦૦ થી વધુ કારીગરોના સમુહ સાથે, જેમાં મોટાભાગની મહિલાઓ છે, ક્રાફટરૂટસ સમગ્ર પેઢીઓમાં પસાર થયેલા સાંસ્‍કૃતિક વારસાના પ્રમોશન, પુનરૂત્‍થાન અને ડિઝાઇન વિકાસ પર ધ્‍યાન કેન્‍દ્રીત કરે છે. ક્રાફટરૂટસે પાછલા ૧પ વર્ષોમાં ૮૦ થી વધુ હસ્‍તકલા પ્રદર્શનો (રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય બંને)ની સુવિધા આપી છે. આથી સમગ્ર રીતે હસ્‍તકલા ઉદ્યોગને મજબુત બનાવતી વખતે પાયાના કારીગરોને આજીવીકા પુરી પાડે છે.

હસ્‍તકલા જોડાણો ઉપરાંત, આ પ્‍લેટફોર્મ વિવિધ સમર્થન દ્વારા કારીગર સમુદાયના સર્વાગી વિકાસ અને સુખાકારીને પણ સમર્થન આપે છે.

ભારતના સમૃધ્‍ધ સાંસ્‍કૃતિક વારસાની ઉજવણી કરવા ક્રાફટરૂટસ પ્રદર્શનમાં જોડાઓ અને ક્રાફટરૂટસ રાજકોટ પ્રદર્શનમાં આ કારીગરોને ટેકો આપીને આત્‍મનિર્ભર ભારત પહેલને વધુ પ્રોત્‍સાહન આપો તેવી અપીલ અનારબેન પટેલે કરી છે.

(3:25 pm IST)