Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ઈવનિંગ પોસ્‍ટના સભ્‍યો માટે કાલે હસાયરો- મ્‍યુઝીકલ નાઈટ

ગાયકો આસિફ જેરીયા- શ્રીકાંત નૈયર- કાજલ કથરેચા- નિલેશ વસાવડા

રાજકોટઃ સરગમ કલબ સંચાલિત ઇવનિંગ પોસ્‍ટ સીનીયર સીટીઝન પાર્કના સભ્‍યો માટે કાલે તા.૨ માર્ચને ગુરૂવારે સાંજે ૬:૩૦થી ૯:૩૦ દરમિયાન હેમુ ગઢવી હોલમાં હસાયરો અને ભવ્‍ય મ્‍યુઝીકલ નાઈટનું આયોજન કરવામાં આવ્‍યું છે.

જેમાં રાજુભાઈ ત્રિવેદી પ્રસ્‍તુત મ્‍યુઝીકલ મેલોઝ્‍માં જાણીતા પ્‍લેબેક સિંગરો આસિફ જેરીયા, શ્રીકાંત નૈયર, કાજલ કથેરેચા, નીલેશ વસાવડા વગેરે જુના નવા ગીતોની રમઝટ બોલાવશે.

આ સિવાય આ ગુલાબદાન બારોટનો હસાયરો પણ યોજાવાનો છે. આ કાર્યક્રમ માત્ર સભ્‍યો માટે જ છે. મહેમાનો માટે રૂા.૧૦૦ ચાર્જ રાખેલ છે.

 સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ તેમજ મનસુખભાઈ મકવાણા ઇવનીંગ પોસ્‍ટ ઇન્‍ચાર્જએ  જણાવ્‍યું છે કે નવા વર્ષના સભ્‍યોની નોંધણી ચાલી રહી છે અને ૧ માર્ચથી ૩૧ માર્ચ સુધી સભ્‍યો નોંધવામાં આવશે.

(3:53 pm IST)