Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

બાઇક ઉપર રર૮૩૪ કિ.મી. ભારત યાત્રાની તસ્‍વીરી સફર...

૧૪૦ દિવસનો ર૦ રાજયોનો પ્રવાસ કરનાર ફખરૂદીન ત્રિવેદીના ફોટો સ્‍ટોરી પ્રદર્શનનું શુક્રવારથી શ્‍યામાપ્રસાદ મુખરજી આર્ટ ગેલેરીમાં ત્રિદિવસીય આયોજન

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે  બાઇક યાત્રિક ફખરૂદીનભાઇ ત્રિવેદી નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧ : રાજકોટના ફખરૂદીનભાઇ નુરૂદીનભાઇ ત્રિવેદીએ ૧૪૦ દિવસની ભારત યાત્રા કરી છે આજે ‘‘અકિલા'' કાર્યાલય ખાતે ‘‘અકિલા''  ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવી હતી.

બાઇક યાત્રિક ફખરૂદીનભાઇ ત્રિવેદીએ વધુમાં જણાવ્‍યું કે તા. ૮-૯-ર૦રર ના મારી બાઇક યાત્રા શરૂ થઇ હતી અને તા. રપ-૧-ર૦ર૩ ના રોજ હું મારા ઘરે રાજકોટ પરત ફર્યો હતો. આ ૧૪૦ દિવસની યાત્રામાં ભારતના ર૦ રાજયો સહિત નેપાળની પણ મુલાકાત લીધી હતી અને સારા ખરાબ અનુભવ પણ થયા હતા.

એમ.સી.એ.નો અભ્‍યાસ કરીને ગ્રાફીક ડિઝાઇનર તરીકે કાર્ય કરતા ફખરૂદીનભાઇ ત્રિવેદીએ પોતાની યાત્રા દરમિયાન ગ્રાફિક ડિઝાઇનર તરીકેનું કાર્ય પણ લેપટોપ ઉપર  ચાલુ રાખ્‍યુ હતું. યાત્રા દરમિયાન જુદા જુદા જોવા લાયક સ્‍થળો, નદીઓ, પર્વતો પણ નિહાળ્‍યા હતા.

આ ભારત યાત્રાનું ફોટો સ્‍ટોરી નિઃશુલ્‍ક પ્રદર્શન તા.૩ થી પ માર્ચ દરમિયાન શ્‍યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી ખાતે બપોરે ૧ર થી ૮ દરમિયાન માણી શકાશે. ઉદ્‌્‌ઘાટન સમારંભ તા. ૩ ના સાંજે ૪ વાગ્‍યે મહાનુભાવોના હસ્‍તે થશે.

યાત્રાનો ઉદેશ, તેના અનુભવો અને સફર કેવી રીતે પૂર્ણ કરી તેના વિષે જણાવતા ફખરૂદ્દીન કહે છે કે, મારે વિદેશ જતાં પહેલાં ભારતને જોવું અને જાણવું હતું. સોલો ટ્રાવેલ એટલે કે તમારા કમ્‍ફર્ટ ઝોન અને રોજિંદી જિંદગીમાંથી બહાર નીકળી એક અલગ જગ્‍યા પર જાવ છો, જ્‍યાં તમારો પરિવાર ન હોય, જ્‍યાં તમારા મિત્ર કે કોઈ ઓળખીતા વ્‍યક્‍તિ ન હોય... બસ તમે એક પોતે જ હોવ, અને તમારા વિચારો અને એક નવી જગ્‍યા અને નવા લોકો...જેની સાથે તમે તમારો પુરો સમય વીતાવો છો, જે જગ્‍યા પર ભાષા અલગ છે, રીતરિવાજ અનોખા છે, જમવાનું અને રહેણીકરણી અલગ હોય ત્‍યાં જઇને તમે ફરો છો. અલગ અલગ પડકારોનો સામનો કરવાનો, અને તમારી કમજોરી અને તમારા સાચા વ્‍યક્‍તિત્‍વને નજીકથી જોવાનો મોકો મળે છે, દરરોજ એક નવી જ વસ્‍તુનો અનુભવ થાય છે, જ્‍યાં જિંદગીને એક અલગ દ્રષ્ટિકોણથી જોવા માટે એક અલગ જ વાતાવરણ મળે છે અને તમારી જાત પરનો આત્‍મવિશ્વાસ વધારે દૃઢ થાય છે.

બિહાર કે છત્તીસગઢ જેવા રાજ્‍યો વિષે આપણે જે સાંભળતા હોઈએ તેનાથી વિપરીત અહીંના લોકો ઘણા સારા છે. નક્‍સલી વિસ્‍તારોમાં પણ હિંમતભેર હું આગળ વધતો ગયો. પૂર્વાંચલના પ્રદેશો અને ત્‍યાંના લોકો ખુબજ માયાળુ હોવાનું જણાવતા ફખરી કહે છે કે , અહીં લોકોનું જનજીવન ખુબ જ કુદરતી છે. વહેલી સવારે ચાર વાગ્‍યે સુરજ ઉગે અને સાંજે પાંચ વાગ્‍યે સુરજ આથમી જાય. લોકો હજુ પણ સંસ્‍કળતિને જાળવી સામાન્‍ય જીવન જીવે છે. આવું જ લડાખ પણ છે. વારાણસીનો અનુભવ ખુબ જ દિવ્‍ય રહ્યો. દરેક લોકોએ આ પવિત્ર સ્‍થળે એક મુલાકાત ચોક્કસ લેવી જોઈએ.

૮ મી સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ થી શરૂથયેલી યાત્રા ૨૫ જાન્‍યુઆરી ૨૦૨૩ તેમણે પૂરી કરી આ દિવસો દરમિયાન તેણણે ગુજરાત, મધ્‍યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પヘમિ બંગાળ, આસામ, મેઘાલય. અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, ત્રિપુરા,નાગાલેન્‍ડ, મણિપુર, સિક્કિમ, ઝારખંડ,ઓડિશા,આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્‍ટ્ર, તેલંગાણા,રાજસ્‍થાન સહીત ૨૦ રાજ્‍યો અને ત્રણ કેન્‍દ્રશાસિત પ્રદેશો, નેપાળ સુધીની સફર બાઈક પર કરી રાજકોટ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

ભવિષ્‍યમાં રાજકોટથી લંડન બાઈક પર સાહસિક સવારી કરવાનું આયોજન કરતો ફખરુદ્દીન જણાવે છે કે, ભારત જોયા પછી હું ગર્વ સાથે કહી શકું છે કે આપણું ભારત સૌથી ખૂબસૂરત છે અને મને ભારતીય હોવા પર ખૂબ જ ગર્વ મહેસુશ કરું છું. કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ પણ તેની આ હિંમત અને ભારત પ્રેમને રૂબરૂ મળી બિરદાવ્‍યો છે.  ફખરૂદીનભાઇ  ત્રિવેદી  (મો. ૯પ૧૦૧ પ૧૯પ૬)

(4:07 pm IST)