Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ઇન્‍ડીયન બેંક દ્વારા રાજકોટમાં મેગા રિટેલ લોનમેળો યોજાયોઃ ૧૦૦ કરોડના સેકશન લેટર અપાયા

રાજકોટ તા. ૧: ઇન્‍ડિયન બેંકની રાજકોટ ઝોનલ ઓફિસ દ્વારા તાજેતરમાં રાજકોટ શહેરમાં મેગા રીટેલ લોન મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ઇન્‍ડિયન બેંક કોર્પોરેટ ઓફિસમાંથી આવેલા જનરલ મેનેજર (રિટેલ એસેટ્‍સ) શ્રી વિકાસકુમારે કાર્યક્રમમાં ઉપસ્‍થિત બેંકના ગ્રાહકોને રૂા. ૧૦૦ કરોડથી વધુના સેકશન લેટરનું વિતરણ કર્યું હતું. તેમણે ગ્રાહકોને બેંકની વિવિધ છૂટક લોન યોજનાઓ જેવી કે ફલેકસ હોમ લોન, સરલ પર્સનલ લોન, ઓનલાઇન ઓવરડ્રાફટ વગેરે વિશે માહિતગાર કર્યા હતા. તેમજ બેન્‍કમની વિવિધ ડિજિટલ સુવિધા જેમ કે ઇન્‍ડ ઓએસિસ, ઓનલાઇન એકાઉન્‍ટ ખોલવા, ઓનલાઇન ગોલ્‍ડ લોન અને કેસીસી રીન્‍યુઅલ, ઓનલાઇન લોકરની સુવિધા, ફિકસ ડિપોઝીટ ખોલવી વગેરે વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.

શ્રી વિકાસકુમારે કર્મચારીઓને વિનંતી કરી કે તેઓ આ યોજનાઓની માહિતી તમામ ગ્રાહકો સુધી પહોંચાડે. બદલાતા સંજોગોમાં પણ ગ્રાહક સેવાના મહત્‍વ પર ભાર મુકયો હતો. કાર્યક્રમને અતિથિ વિશેષ શ્રી રાજેશ મુન્‍દ્રા, ડેપ્‍યુટી જનરલ મેનેજર, ઇન્‍ડિયન બેંક મુંબઇએ પણ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં બેંકના અમદાવાદ ઝોનના ડેપ્‍યુટી જનરલ મેનેજર શ્રી રાજેશકુમાર ઝા પણ ઉપસ્‍થિત રહ્યા હતા. બેંકના રાજકોટ ઝોનલ મેનેજર શ્રી રાજીવ રંજને ઉપસ્‍થિત તમામ ગ્રાહકો અને સ્‍ટાફનો આભાર માન્‍યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા સૌના સહકારની પ્રશંસા કરી હતી. કાર્યક્રમનું સંકલન બેંકના સિનિયર મેનેજર શ્રી દુષ્‍યંત હરિતવાલ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

(4:09 pm IST)