Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

એ.એસ.આઇના અકસ્‍માત ઇજાના કેસમાં ૩૨ લાખનું વળતર ચુકવવાનો હુકમ

રાજકોટ,તા. ૧ : રૂા. બત્રીસ લાખનું કલેઇમ કેસમાં રાજકોટ પોલીસ ખાતામાં એ.એસ.આઇ તરીકે નોકરી કરતા હતા. ૫૪ વર્ષના કિશોરભાઇ લાખાભાઇ ઘોડાદ્રાના ઇજાના અકસ્‍માતના કેસમાં લોક અદાલતમાં સમાધાન થતા વળતર ચુકવવાનો હુકમ થયો હતો.

ગત તા. ૧૫/૮/૨૦૨૧ના રોજ ઇજા પામનારી કિશોરભાઇ લાખાભાઇ ઘોડાદ્રા કોળી (ઉવ.૫૪) પોતાના હવાલાનું મોટર સાયકલ નં. જીજે-૧૮જેબી-૨૨૨૦ એસ.આર.પી. કેમ્‍પ ગ્રુપ ૧૩ ઘંટેશ્વર ખાતે ૧૫ ઓગસ્‍ટની પરેડમાં જતા હતા.

તે દરમ્‍યાન ગ્રામ પોલીસ સ્‍ટેશનની હદમાં માધાપર ચોકડી પાસે રોડ ઉપર અશોક લેલન્‍ડ ટ્રક નં. જીજે-૩વી-૮૭૧૩ ના ડ્રાઇવરે બેફામ પુરઝડપે બેદરકારીથી ચલાવીને કિશોરભાઇ સાથે મોટર સાયકલ સહિત એકસીડન્‍ટ કરેલ છે.

આ બનાવ ઇજા પામના ચાલુ નોકરીએ જતા હતા. આ કામમાં કિશોરભાઇ માથામાં ઇજા કલેકવીકલ ફેકચર થયાનું ફેકચર રીબનું પ્‍યુબીસનું ફેકચર પેટમાં ઇજા તથા પેશાબની નળી તુટી ગયેલ હતી.

આ અંગેનો ન્‍યાયમૂર્તિ શ્રી પ્રશાંત જૈન એમ.એ.સી.ટી. ટ્રીબ્‍યુનલ સ્‍પે. જજની કોર્ટમાં વળતરનો દાવો દાખલ કરેલ હતો.

આ કલેઇમમાં ઇજા પામનારે રાજકોટની ક્રાઇસ્‍ટ હોસ્‍પિટલ રાજકોટની સીનર્જી હોસ્‍પિટલ તથા મહારાષ્‍ટ્ર પુનામાં સારવાર કરાવેલ હતી.

આ કામે ઇજાના બધી હોસ્‍પિટલના સર્ટીફીકેટ સારવારના કાગળો દવાના બીલ પગારના દાખલા, સીટી સ્‍કેન રીપોર્ટ વિગેરે રજાના રીપોર્ટ, આધાર કાર્ડ વિગેરે ટ્રકના વિમા કાું. બજાજ એલાઇન્‍સ જનરલ ઇન્‍સ્‍યુ કાું.લી. રાજકોટમાં તમામ પેપર્સ રજુ કરતા વિમા કાું. સાહેબોએ તથા વિમા કાુ વિકલ એ રૂા. ૩૨,૦૦,૦૦૦નું વળતર મંજુર રાખી સમાધાન કરેલ છે.

ઇજા પામનાર ૫૪ વર્ષના હતા. હાલ પોલીસ હેડકવાર્ટર રાજકોટ ખાતે નોકરી કરે છે. ખૂબ જ ટૂંકા ગાળામાં દોઢ વર્ષથી પોલીસ ખાતા રાજકોટમાં એ.એસ.આઇ તરીકે નોકરી કરતા કિશોરભાઇ લાખાભાઇને વળતર રૂા. ૩૨,૦૦,૦૦૦માં લોકઅદાલતમાં સમાધાન થતા વળતર ચુકવવા હુકમ થયેલ છે. આ કલેઇમ કેસમાં રાજકોટના વકીલશ્રી (૧) એ.જી. મોદન (૨) એફ.એ.મોદન (૩) એન.એ.મોદન રોકાયેલા હતા.

(4:09 pm IST)