Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

સાડા પાંચ લાખના ચેક રિટર્નની ભાઇની ફરીયાદમાં મોટાભાઇનો નિર્દોષ છુટકારો

રાજકોટ, તા. ૧ :  સાડા પાંચ લાખના ચેક રીટર્ન કેસમાં તહોમતદારને નિર્દોષ ઠરાવીને વાંકાનેર કોર્ટે છોડી મુકવાનો હુકમ કર્યો હોત.

સદર બનાવની હકિકત એવી છે કે આ કામના તહોમતદાર જગદીશભાઇ કેશુભાઇ પરમાર ને મકાન લેવા માટે પૈસાની જરૂરીયાત હોય આ કામના ફરીયાદી રાજેશભાઇ કેશુભાઇ પરમાર પાસેથી વ્‍યાજે હાથ ઉછીના પ.પ (સાડા પાંચ) લાખ રોકડ લીધેલા હતા. રાજેશભાઇ એ જગદીશભાઇ પાસેથી લખાણ કરાવી બે કોરા ચેકો સહી કરી સિકયુરીટી પેટે મેળવેલા હતા જે બંને ચેકો રિટર્ન થતા રાજેશભાઇએ એમના મોટાભાઇ જગદીશભાઇ સામે વાંકાનેર કોર્ટમાં ધી નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ ની કલમ ૧૩૮ હેઠળ પ.પ લાખની ચેક રીટર્નની ફરીયાદ કરેલી હતી.

વધુમાં તહોમતદાર જગદીશભાઇના એડવોકેટ દ્વારા વિસ્‍તાર પૂર્વકની દલીલો તથા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના ચુકાદાઓ ટાંકીને દલીલ કરતા કોર્ટે દલીલો માન્‍ય રાખીને આ કામમાં તહોમતદાર જગદીશભાઇ કેશુભાઇ પરમારને વાંકાનેરના એડિશનલ સિવિલ જજ અને જયુ. મેજી. દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલો હતો.

આ કામમાં તહોમતદાર જગદીશભાઇ કેશુભાઇ પરમાર તરફે રાજકોટના એડવોકેટ રવિ વિજયસિંહ રાઠોડ તથા અશ્વિન ડી. પાડલિયા, રાહુલ બી. મકવાણા ભાર્ગવ ડી. બોડા, તેમજ કુણાલ એસ. વીંધાણી રોકાયેલ હતા

(4:10 pm IST)